પંજાબની સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસનો સપાટો : ૩૫૩માંથી ૩૩૧ બેઠકો મેળવી

0
4

અમૃતસર,તા.૨૭
પંજાબ અને જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જેમાં કોંગ્રેસને ભારે વિજય મળ્યો છે. કોંગ્રેસે સપાટો બોલાવી ૩૫૩ બેઠકોમાંથી ૩૩૧ બેઠકો પર વિજય મેળવ્યો છે જ્યારે દળના માત્ર ૧૮ બેઠકો મળી છે. ભાજપના ડબ્બા ડુલ થઈ ગયા છે અને માત્ર બે બેઠકો મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીનુ ખાતુ પણ નથી ખુલ્યું.
ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે ૧૫૦ પંચાયત સમિતિઓના ૨૮૯૯ ઝોનમાંથી કોંગ્રેસના ૨૩૫૧ ઉમેદવારો જીત્યા, અકાલી દળના ૩૫૩ તો ભાજપના ૬૩ અને આપને ૨૦ બેઠકો ઉપર વિજય મળ્યો હતો. સીપીઆઈના ૧, અકાલી દળના ૨, માકપાને ૨ બેઠકો પર વિજય મળી જ્યારે ૧૦૭ બેઠકો પર અન્યને વિજય મળ્યો હતો.
પંજાબના મુખ્યમંત્રી અમરીન્દરસિંહે ચૂંટણીમાં કોંગ્રેસના વિજયને આવકારતા કહ્યુ હતુ કે, આ પરિણામો દર્શાવે છે કે, લોકોનો કોંગ્રેસમાં ભરોસો છે અને લોકોએ પુરૂ સમર્થન આપ્યુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY