ડીજીટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવામાં ગુજરાત દેશને નવો રાહ ચીંધશે

0
42

રાજયમાં અકસ્માત કે આપતિના સમયે ઇજાગ્રસ્ત-બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પુરી પાડતી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ક્ષેત્રે દેશમાં ગુજરાત અગ્રીમ સ્થાને છે. આ સેવાને અદ્યતન ટેકનોલોજી સાથે જોડીને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મોબાઇલ એપ્લીકેશન કાર્યરત કરાઇ છે. આ સેવા ક્ષેત્રે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાત સરકારે ડીજીટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવામાં અનેક નવા આયામો પ્રસ્થાપિત કર્યા છે. જેના પરિણામે ગુજરાત દેશને નવો રાહ ચીંધાનારું બન્યું છે.
૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો લાભ નાગરિકોને ઝડપથી પુરો પાડવા આ મોબાઇલ એપ્લીકેશન આશીર્વાદરૂપ બનશે અને અનેકવિધ ફાયદા રાજ્યના નાગરિકોને થશે. આ એપ્લીકેશન દ્વારા સિટીઝન મોડ્યુલ, ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર મોડ્યુલ, પાયલોટ (ડ્રાઇવર) મોડયુલ, ઇમરજન્સી મેડીકલ ટેકનીશીયન મોડ્યુલ અને હોસ્પીટલ મોડ્યુલ કાર્યરત કરાયા છે. જે ઓછા સમયમાં ઝડપથી દર્દીને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડવા અને સારવાર આપવા મદદરૂપ બનશે. આ નવતર અભિગમની વિશેષતાઓ આ મુજબ છે :

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY