સાબરમતી જેલમાં સુરંગકાંડ બાદ હવે જલસાકાંડ..!!, ક્રાઈમબ્રાંચે તપાસ શરૂ કરી

0
16

અમદાવાદ,તા.૨૮
સાબરમતી જેલમાં સુરંગકાંડ બાદ હવે જલસાકાંડ સામે આવ્યો છે. જેલમાં હજુ પણ પૈસા ફેંકો તમાશા દેખો જેવો ઘાટ છે. મધરાતે થતી મિટિંગમાં ક્રાઈમબ્રાંચે તપાસ શરૂ કરી છે. ક્રાઈમબ્રાંચે મિટિંગમાં શું વાતચીત થઈ તેના પર તપાસ હાથ ધરી છે. ૧૩મી જૂનના રોજ ૩ લોકો વચ્ચે જેલમાં મીટીંગ થઈ હતી. નવી જેલ તંત્ર પાસે ક્રાઈમબ્રાંચે રિપોર્ટ માંગ્યો છે. જેમાં કેમેરા બંધ હોવાની માહિતી બહાર આવી છે. મર્ડરના આરોપીએ કિશોર રાઠોડ સાથે મિટિંગ કર્યાની માહિતી પણ મળી છે.
જસ્મીન નામનો ખાનગી વ્યકિત જેલમાં બિન્દાસ્ત અવરજવર કરે છે. જાકે જેલમાં ઘુસતાની સાથે દરેક વ્યકિતનું ચેકીંગ થાય છે પણ જસ્મીનની અંગ જડતી ન કરાઈ અને તે ડાયરેક્ટ અંદર ગયો હતો.જસ્મીન મિટિંગ વખતે જેલની અંદર શું લઈ ગયો હતો તે એક રહસ્ય છે. મોડી રાત્રે ખાનગી વ્યકિત યાર્ડમાં પ્રવેશતા ભાંડો ફૂટયો હતો. જેલ સ્ટાફના ચેકિંગમાં જસ્મીન યાર્ડની અંદર દેખાયો હતો. નવી જેલમાં કોઈ મોટુ ષડયંત્રને અંજામ આપવાનો છે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.
ફરી વાર જેલ તંત્રની કેદીઓ સાથે મિલિભગત બહાર આવી છે. ડ્રગ્સકાંડના મુખ્ય આરોપી કિશોર રાઠોડ સાથે મુલાકાત કરવામાં આવી હતી. રાત્રે ૧૧.૩૦ કલાકે જેલ બેરેક હદયકુંજમાં વિજય દેસાઈ, જસ્મીન અને કિશોર રાઠોડ વચ્ચે મિટિંગ થઇ હતી. વિજય દેસાઈ સૌરાષ્ટÙમાં થયેલા ખુન કેસમાં આરોપી છે અને તેના પેરોલ પુરા થતા નવી જેલમાં પરત આવ્યો છે. આ વખતે તેની સાથે જસ્મીન નામનો શખ્સ પણ હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY