મુંબઈ,તા.૧૨
આયુષમાન ખુરાનાની ૨૦૧૮ની હિટ ફિલ્મ અંધાધૂન હવે ચીનમાં નવા નામે રજૂ થવાની છે. મેન્ડેરીન ભાષામાં અંધાધૂનનો પર્યાય સહેલાઇથી મળે નહીં એટલે ફિલ્મનું ટાઇટલ પિયાનો પ્લેયર રાખવાનું નક્કી કરાયું હતું.
આ ફિલ્મમાં આયુષમાન અંધ પિયાનો પ્લેયરનો રોલ કરે છે એટલે આ ટાઇટલ પણ ચાલે એવું છે. ફિલ્મ સાથે ચીની ભાષાના સબ ટાઇટલ્સ પણ રજૂ થશે.
શ્રી રામ રાઘવનની આ પહેલી ફિલ્મ છે છજે ચીનમાં રજૂ થવાની છે. એમાં એવી કથા છે કે એક ભૂતપૂર્વ સ્ટારની પત્ની ક્મ અભિનેત્રી એક અંધ પિયાનોવાદકની હાજરીમાં પોતાના પતિના દેહનો નિકાલ કરે છે.
આમિર ખાનની થ્રી ઇડિયટ્સ અને દંગલ ચીનમાં સુપરહિટ નીવડયા બાદ હવે લગભગ દરેક બીજા અભિનતા ચીનમાં પોતાની ફિલ્મ રજૂ કરી રહ્યો છે. ૨૦૧૮માં આયુષમાનની બંને ફિલ્મો અંધાધૂન અને બધાઇ હો સુપરહિટ નીવડયા બાદ હવે એની અંધાધૂન ચીનમાં રજૂ કરવાની યોજના ઘડાઇ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




