જનતા જા સરકારથી ડરવા લાગે તો સમજી લેવું કે આ લોકતંત્ર નહિ તાનાશાહી છે : દિપક મિશ્રા

0
8

ન્યુ દિલ્હી,તા.૮
એક કાર્યક્રમમાં ભારતના પૂર્વ ચીફ જસ્તિસ દીપક મિશ્રાએ કહ્યુ કે જા લોકો સરકારથી ડરવા લાગે તો સમજી જવું જાઈએ કે આ લોકતંત્ર નહીં તાનાશાહી છે. તેની સાથે જ તેઓએ કહ્યુ કે, આપણે એક સભ્ય સમાજમાં રહીએ છીએ અને સભ્યતાને આગળ વધારતા રહેવી જાઈએ. ન્યાય, સમાનતા અને સ્વાતંત્રતા એક કાયદા હેઠળ ચાલનારી સોસાયટીનું મહત્વપૂર્ણ અંગ છે. તેની સાથોસાથ જ સામાજિક ફેરફાર પણ થાય છે, પરંતુ ન્યાયનું કામ પણ સમાજમાં ભાઈચારો પણ કાયમ રાખે છે.
જસ્તિસ દીપક મિશ્રાએ કહ્યુ કે, એક સારો સમાજ સિવિલ લિબર્ટી વગર શકીય નથી. હું હંમેશા યુવાઓને કહું છું કે તેમને બંધારણ ભણવું જાઈએ એન તે મુજબ જીવન જીવવાનો પ્રયાસ પણ કરવો જાઈએ.
અભિવ્યકિતની સ્વતંત્રતા પર બોલતા જસ્ટીસ મિશ્રાએ કહ્યુ કે, વિચારોની આઝાદીથી આદાન-પ્રદાન કરવું ખૂબ જ જરૂરી છે, તે સૌથી સારી ભેટ પણ છે. જેફરસને કહ્યુ હતું કે, જ્યારે સરકાર લોકોથી ડરે છે તો તે આઝાદી છે, પરંતુ જ્યારે જનતા સરકારથી ડરે તો તે તાનાશાહી છે. જ્યારે પણ તમે બળજબરીથી પોતાના મનનો ન્યાય મેળવવાનો પ્રયાસ કરો છો તો વાસ્તવિક્તામાં તેનો ખરો અર્થ બરબાદ કરી દે છે. મહાત્મા ગાંધીએ કહ્યુ હતું કે અમેરિકાએ પણ પોતાની આઝાદી હિંસાથી પ્રાપ્ત કરી હતી પરંતુ ભારતે અહિંસાના માર્ગે અંગ્રેજાને પરત જવા માટે મજબૂર કરી દીધા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY