દીપિકાની આગળ બિલાડી બની જાઉં છું : રણવીર સિંઘ

0
3

મુંબઈ,તા.૪
રણવીર સિંઘની ફિલ્મ ‘સિમ્બા’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર લોન્ચ કરવાની ઇવેન્ટમાં રણવીરને તેની મેરિડ લાઇફ અને તેની વાઇફ દીપિકા પાદુકોણના સંબંધમાં કેટલાક સવાલ કરવામાં આવ્યા હતા. એટલે આ ઇવેન્ટમાં હાજર રહેલા ‘સિમ્બા’ના ડિરેક્ટર રોહિત શેટ્ટીએ કહ્યું હતું કે, ‘હવે મીડિયા એ જ સવાલ કરશે કે, દીપિકા ઘરે જમવાનું બનાવે છે? શું દીપિકા કપડાં ઇસ્ત્રી કરે છે? આવું બધું પૂછવામાં આવશે તો લોકો ‘સિમ્બા’ને સાઇડમાં કરી દેશે.
એ પછી રણવીરે કહ્યું હતું કે, ‘તમે ટ્રેલર લોન્ચની આ ઇવેન્ટમાં મારી ધમાકેદાર એન્ટ્રી જાઈ. બિલકુલ સિંહની જેમ. તમને ખબર છે, ઘરે તો દીપિકાની આગળ બિલાડી બની જાઉં છું. અહીં હાજર રહેલા કરણ જાહરે કહ્યું હતું કે, ‘દીપિકા અને રણવીર એટલી બધી વખત અને એટલા દિવસોથી મેરેજ કરી રહ્યા છે કે, તેમણે સૌથી વધુ વખત મેરેજ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.’ આ કપલનું વેડિંગ સેલિબ્રેશન્સ દિવસો સુધી ચાલ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY