ડીસા,તા.૧૭
ડીસામાં ૧૧ વર્ષીય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરાયાની ઘટના સામે આવી છે. ડીસાના ભોંયણ ગામે ખેતરમાં રહેતી ૧૧ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.
ભાખર ગામના વ્યક્તિએ સગીરાનું અપહરણ કર્યું હતુ. તે વ્યક્તિએ સગીરાને ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતુ. બાજુના ખેતરમાં છાશ લેવા ગયેલી સગીરા ૫ દિવસથી ગુમ હતી. જેથી સગીરા ગુમ થતા તેના પરિવારજનોએ યુવતીની શોધખોળ કરી હતી.
આરોપીએ સગીરાને ડીસા હાઇવે ઉપર છોડી મુકતા સગીરાએ ઘરે આવી ઘટનાની જાણ કરી હતી. સગીરાના માતા-પિતાએ ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે. જેથી ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



