રીક્ષા અને સ્કુલ વાન પર કન્ટેનર પલટી ખાતા બાળકો દટાયા

0
15

ડીસા,તા.૧૬
બુધવારે વહેલી સવારના બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ ગાયત્રી મંદિર નજીક ભૂંસુ ભરીને પસાર થઈ રહેલી એક કન્ટેનર પલટી ખાઈ જતા નીચે ત્રણ વાહનો દટાઈ ગયા હતા. આ દુર્ઘટના બની ત્યારે કેટલાક બાળકો અને અન્ય મુસાફરો પણ સામેલ હતા. ત્યારબાદ ડીસાના જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક આગેવાનો સાથે મળી વહીવટીતંત્રએ ઘટના સ્થળ પર પહોંચી રેસ્કિયું ઓપરેશન કરી લગભગ આઠ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.
ડીસા શહેરમાથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ૨૯ એક વાર ફરી મોટી દુર્ઘટના બની છે. વહેલી સવારના સમયે ભૂંસુ ભરીને રાજસ્થાન તરફ જઇ રહેલી એક કન્ટેનર ટાયર ફાટતા ઉથલી પડ્યું હતું. વહેલી સવારના જ્યારે આ દુર્ઘટના બની ત્યારે દિવસ રાત ભરચક રહેતા ગાયત્રી મંદિર ત્રણ રસ્તા નજીક લોકોની ખૂબ જ ઓછી અવરજવર હતી. પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે ઘટનાસ્થળ પર એક છકડો રિક્ષા અને ઇકો વાન સ્થળ ઉપર હતી અને કન્ટેઈનરનું ટાયર ફાટતા ઊતરી ગયેલું કન્ટેનર આ બંને વાહનો ઉપર પડતા બંને વાહનો કન્ટેનરમાં ભરેલા ભૂંસા નીચે દટાઈ ગયા હતા.
જ્યારે આ દુર્ઘટના બની ત્યારે આ બંને વાહનોમાં શાળાના બાળકો અને મુસાફરો મળી કુલ આઠ લોકો સવાર હતા. અને તમામે તમામ લોકો કન્ટેનરમાં ભરેલા ભૂંસાના ઢગલામાં દટાઇ ગયા હતા. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે અહીંથી પસાર થતા રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરીમાં લાગી ગયા હતા અને ઘટનાની જાણ વહીવટીતંત્રને કરતા વહીવટી તંત્ર પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્કીયુંઓપરેશન હાથ ધર્યું હતું. સતત બે કલાક સુધી ચાલેલા આ રેસ્કીયું ઓપરેશન દરમિયાન ૬ જેસીબી મશીન અને એક હિટાચી મશીનની મદદથી આઠ લોકોને જીવિત બચાવી લેવામાં સફળતા મળી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY