સ્થાનિક આતંકીઓ આપણા દીકરા, તેમને બચાવવા જોઇએઃ મેહબૂબા મુફ્તિ

0
10

ભારત સરકારે પાકિસ્તાન અને અલગતાવાદીઓ સાથે સંવાદ કરવો જોઇએ
શ્રીનગર,તા.૧૬
જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીનાં સુપ્રિમો મેહબૂબા મુફ્તિએ કહ્યું કે, કાશ્મીરમાં રહેલા સ્થાનિક આતંકવાદીઓ આપણા દિકરાઓ છે અને અને તેને બચાવવા માટે આપણે તમામ પ્રયાસો કરવા જાઇએ. કેન્દ્ર સરકારે તેમની સાથે સંવાદ કરવો જાઇએ અને કાશ્મીરમાં ચાલી રહેલા ગન કલ્ચરને અટકાવવું જાઇએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત સરકારે પાકિસ્તાન અને અલગતાવાદીઓ સાથે સંવાદ કરવો જાઇએ. આવી જ રીતે, આતંકવાદીઓ સાથે પણ વાતચીત કરવી જાઇએ. કેમ કે, તેમની પાસે હથિયારો છે અને તેઓ જ આ લોહીયાળ જંગનો ખતમ કરી શકશે.હું માનુ છું કે, હુરિયત્ત કોન્ફરન્સ અને આતંકવાદીઓ બંને સાથે સંવાદ થવો જાઇએ. જા કે, આતંકવાદીઓ સાથે સંવાદ કરવો વહેલો છે. સ્થા
મેહબૂબાએ ઉમેર્યુ કે, સ્થાનિક યુવાનાને આતંકવાદના રસ્તે જતા રોકવા જાઇએ. હું ૧૯૯૬માં જ્યારથી હું રાજકારણમાં આવી ત્યારથી હું કહેતી આવી છું કે, સ્થાનિક આતંકવાદીઓ આપણા દિકરાઓ છે અને તેમને બચાવવા માટે આપણે તમામ પ્રયાસો કરવા જાઇએ. કેમ કે, તે આપણી તાકાત (અસેટ્‌સ) છે. જ્યારે આતંકવાદીઓ સાથે આર્મીની અથડામણ થાય છે ત્યારે બંને સામ-સામે આવે છે અને કોઇ તેમને બચાવી શકતુ નથી”
મેહબૂબા મુફ્તિ એ કેન્દ્ર સરકાર પર સવાલ કરતા કહ્યું કે, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં દેશદ્રોહનાં કેસમાં સરકારે થોડા દિવસો પહેલા આરોપનામું રજૂ કર્યુ છે. આ આરોપનામાનો સમય આશ્વર્યજનક છે. કેમ કે, તેમાં સાત કાશ્મિરીઓ પણ આરોપી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY