ડીસા,તા.૯
ડિસા ખાતે સભાને સંબોધન કરતા મોઢવાડીયાએ વડાપ્રધાનને લઈને અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો, તેમણે પીએમને તુકારે બોલાવીને પીએમ પદની ગરીમાનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું,“ મને પકડી રાખજો નહીંતર હમણા હું પાકિસ્તાનને મારી નાંખીશ. રોજ પાકિસ્તાનના નામની છાતી કૂટે છે, પણ તને રોકે છે, કોણ ? અને એના ભક્તો રોજ કહે છે, અમારા સાહેબની છાતી ૫૬ ઇંચની અમારા સાહેબની છાતી ૧૦૦ ઇંચની. કોઈ મજબૂત માણસ હોય અમારા બળદેવજી જેવા તો એની છાતી કેટલા ઇંચની હોય ૩૬ ઇંચની, ડબ્લ્યુડબ્લ્યુએફના પહેલવાન હોય એની છાતી ૪૨ ઇંચની હોય અને ૫૬ઇંચની છાતી કોની હોય? ગધેડાની અને ૧૦૦ ઇંચની છાતી પાડાની હોય.”
મોઢવાડીયાના આ નિવેદન અંગે ભાજપે તીખી પ્રતિક્રિયા આપી હતી. ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું,“કાંગ્રેસની નેતાગીરીમાં તેઓ હાસિયામાંથી નીકળી ગયા છે મીડિયામાં રહેવા આવા તાયફાઓ કરે છે, દેશ વિદેશ માં જેમને સન્માનિત કર્યા હોય એવા વડાપ્રધાનને આવા શબ્દો બોલવા યોગ્ય નથી કાંગ્રેસ પ્રજા વચ્ચે જઈ નથી શકતી માટે આવા આક્ષેપો કરે છે. ગુજરાતનું માન સન્માન વધાર્યું હોય તેના માટે આ પ્રકાર ના શબ્દો બોલવા કાંગ્રેસને કોઈ હક્ક નથી વાણી વર્તન પર કાંગ્રેસ સંયમ રાખે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



