નાસિક,તા.૯
આગામી લોકસભા ચૂંટણીમાં અહીંના શિવાજી સુભાષ વાઘ નામના એક અપક્ષ ઉમેદવારે પણ ઝુકાવ્યું છે.
આ ઉમેદવાર ચૂંટણીમાં જીતી શકે એવી કોઈ ખાતરી નથી, પણ એણે એક એવું પગલું ભર્યું છે જેને કારણે એ ન્યૂઝમાં છવાઈ ગયા છે.
શિવાજી વાઘે ઉમેદવારીપત્ર સુપરત કરતી વખતે ડિપોઝીટની રકમ પણ ભરી હતી, પણ એ ઢગલાબંધ છૂટ્ટા સિક્કા લાવ્યા હતા. થેલીઓ ભરીને એ ૧ તથા ૨ રૂપિયાના સિક્કા લાવ્યા હતા, જે રકમ ૧૦ હજાર રૂપિયા હતી. આવડી મોટી રકમ સિક્કાઓમાં ગણીને ચૂંટણી પંચનાં કર્મચારીઓ બચાડા થાકી ગયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




