રાયપુર,
તા.૧૩/૦૩/૨૦૧૮
સુકમામા નક્સલવાદીઓએ ફરીએકવાર સુરક્ષાદળોને નિશાન બનાવ્યા,૬ જવાન ઘાયલ,૪ ગંભીર
નક્સલીઓએ આઈઈડી પ્રૂફ વ્હીકલને બ્લાસ્ટ કરી નાખ્યુ, થોડા સમય પહેલાં જ ૨૯ નક્સલવાદીઓએ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું
છત્તીસગઢના સુકમા જીલ્લામાં આજે નક્સલવાદીઓએ ફરી એકવાર સુરક્ષા દળોને પોતાનું નિશાન બનાવ્યાં હતાં. નકસલવાદીઓ દ્વારા કરવામાં આવેલા બોમ્બ બ્લાસ્ટમાં સીઆરપીએફના ૯ જવાન શહીદ થયાં છે. જ્યારે ૪ જવાનો ઘાયલ થયાં છે. આ હુમલો સુકમા જીલ્લાના કિસ્ટારામ વિસ્તારમાં થયો હતો. નક્સલવાદીઓએ લેંન્ડમાઈન્ડ દ્વારા વિસ્ફોટ કર્યો હતો. આ દરમિયાન નક્સલવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચ અથડામણ પણ થઈ ગતી. જેમાં ૬ જવાન ઘાયલ થયાં છે, જ્યારે અન્ય ૪ જવાનોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
સીઆરપીએફના અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના કિસ્ટરામ પોલીસ સ્ટેશનમાં નક્સલવાદીઓને સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી લેન્ડમાઇન વેહિકલને ઉડાવી દીધું છે. આ ઘટનામાં સીઆરપીએફના ૯ જવાન ઘાયલ થયા છે. કેટલાક અન્ય જવાનો ઘાયલ થવાના અહેવાલ છે. અધિકારીઓએ જણાવ્યું કે આજે સીઆરપીએફની ૨૧૨મી બટાલિયનના જવાન એન્ટી લેન્ડમાઇન વેહિકલમાં સવાર થઈને રવાના થયા હતા. જ્યારે તે કિસ્ટરમા પોલીસ ક્ષેત્રમાં હતા ત્યારે નક્સલીઓએ એક શક્તિશાળી વિસ્ફોટમાં ઉડાવી દીધી. તેના કારણે દળના ૯ જવાન શહીદ થઈ ગયા.
તેઓએ જણાવ્યું કે ઘટનાની જાણકારી મળ્યા બાદ વિસ્તારમાં વધારાનું પોલીસ દળ રવાના કરવામાં આવ્યું છે. શબો અને ઘાયલ જવાનોને જંગલથી બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું કે ઘટના જંગલની અંતર દુર્ગમ વિસ્તારમાં થઈ. ઘટના વિશે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, કિસ્ટારામ કેમ્પથી ૨૧૨ બટાલિયનની ટીમ પેટ્રોલિંગ માટે નીકળી હતી. ત્યારે નક્સલીઓએ તેમની પર ફાયરિંગ શરૂ કરી દીધું. લગભગ ૧૫૦ની સંખ્યામાં નક્સલીઓએ હુમલો કરી દીધો. તેઓએ જવાનો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું.
ત્યારબાદ જવાબમાં જવાનોએ મોરચો સંભાળ્યો. આ દરમિયાન નક્સલીઓએ અનેક વિસ્ફોટ કર્યા. નક્સલી જંગલનો ફાયદો ઉઠાવીને ભાગી ગયા. આ ઘટનાને લઈને આઈબીએ પહેલા જ એલર્ટ કર્યા હતા. જેમાં નક્સલીઓ દ્વારા મોટી ઘટનાને અંજામ આપવાનું કાવતરું ગણવામાં આવ્યું હતું.
સુકમા હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું કે, જે પરિવારએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમને હું હૃદયપૂર્વક સાંત્વના આપું છું. ઘાયલ થયેલા જવાનો ઝડપથી સાજા થાય તેવી હું પ્રાર્થના કરું છું. મેં સુકમા દુર્ઘટના વિશે ડ્ઢય્ ઝ્રઇઁહ્લ સાથે વાત કરી છે.
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહે ગઈ કાલે સોમવારે જ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં મોટરસાઈકલ પર સવાર થઈને ફર્યાં હતાં. તેના બીજા જ દિવસે નક્સલવાદીઓએ આ હુમલો કર્યો છે.
હજી થોડા સમય પહીલા જ એલારમુડગુ અને વીરભટ્ટી જેવા ગામડાઓમાંથી આવેકા ૨૯ નક્સલવાદીઓઅ ભેજ્જી પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. તેમાં ૧૧ મહિલાઓ પણ શામેલ હતી. આત્મસમર્પણ કરી ચુકેલા આ નક્સલવાદીઓમાં કેટલાક ખુંખાર નક્સલીઓ પણ સામેલ હતાં. આ એજ ગામ છે જ્યાં ૧૮ ફેબ્રુઆરીએ ૨૦ નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યાં હતાં. નક્સલવાદીઓ સાથેની આ અથડામણમાં બે જવાનો પણ શહીદ થયાં હતાં.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"