સિડની,તા.૩
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં પહેલા દિવસના અંતે વિકેટના નુકસાન પર રન બનાવી લીધા છે. ચેતેશ્વર પુજારાએ કેરિયરની ૧૮મી અને સીરીઝની ત્રીજી સદી ફટકારી છે. મયંક અગ્રવાલે અર્ધી સદી કરીને ભારત ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝના છેલ્લા મેચમાં પહેલા દિવસે ૪ વિકેટ પર ૩૦૩ રન બનાવ્યા. દિવસની રમત સમાપ્ત થાય ત્યાં સુધીમાં પુજારાએ ૧૩૦ અને હનુમા વિહારીએ ૩૯ રન બનાવ્યા હતા. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે ૭૫ રનોની ભાગીદારી થઈ. ઓસ્ટ્રેલિયાની તરફથી જાશ હેજલવુડ સૌથી વધુ સફળ બોલર રહ્યો. તેને બે વિકેટ મળી. ભારતે આજે ટાસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
મેલબર્ન ટેસ્ટમાં બહાર રહ્યા પછી વાપસી કરી રહેલ રાહુલ એક વખત ફરી નિષ્ફળ રહ્યો. પહેલા ચાર બોલમાંથી બે બોલ બાઉન્ડ્રી સુધી પહોંચી શકિયા. રાહુલ જા કે બીજી ઓવરમાં સ્લિપમાં શોર્ન માર્શના હાથે કેચ થયો. જાન્યુઆરી ૨૦૧૮માં વિદેશી સરજમી પર ૧૨ ટેસ્ટમાં ભારતની આ છઠ્ઠી સલામી જાડી હતી. આ દરમિયાન વિદેશી ભૂમિ પર ૨૩ ઈનીગ્સમાં સરેરાશ ભાગીદારી ૨૧.૫૬ રહી.
બીજી બાજુ અગ્રવાલે કર્ણાટકમાં પોતાના સાથી બેટ્સમેન રાહુલની સરખામણીએ એકવાર ફરી મજબુત બેટીંગ કરી સારૂ કવર ડ્રાઈવ લગાવ્યુ. તેણે પુજારા સાથે મળીને રનની ગતિ વધારી. ભારતે પહેલા કલાકમાં એક વિકેટના નુકસાને ૪૬ રન બનાવ્યા. અગ્રવાલ અને પૂજારાએ ત્યારબાદ ૧૦૪ બોલમાં અર્ધસદીમાં ભાગીદારી પૂરી કરી.
અગ્રવાલે ૭૭ રન બનાવ્યા. લંચ પછી અગ્રવાલ અને પૂજારાએ બીજી વિકેટમાં ૧૧૬ રન સુધી પહોંચાડ્યા. બંને એ લંચ બાદ આક્રમક વલણ અપનાવ્યુ અને ૧૭૮ બોલમાં ૧૦૦ રનની ભાગીદારી કરી. અગ્રવાલે ૯૬ બોલમાં પોતાની બીજી અર્ધસદી પુરી કરી. ઓફ Âસ્પનર નાથન લાયનમાં બે છક્કા ફટકાર્યા. ભારતે લંચ પછી ૬૪ રન બનાવ્યા. અગ્રવાલ શતક તરફ વધી રહ્યો હતો ત્યાં ૩૪મી ઓવરમાં લાયનના બોલમાં કેચ થઈ ગયો. ૧૧૨ બોલમાં સાત ચોકા અને બે છક્કા ફટકાર્યા.
કોહલીએ હેજલવુડના બોલ પર ચોકો મારી ખાતુ ખોલ્યુ. ઓસ્ટ્રેલિયાએ રન ગતિ ઓછી કરવા નકારાત્મક બોલીંગનો પણ સહારો લીધો. પૂજારાએ ૧૩૪ બોલમાં અર્ધી સદી ફટકારી. લંચ પહેલા માર્નસ લાબુશનની ઓવરમાં ત્રણ ચોકા માર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



