દીવ,તા.૧૯
સ્માર્ટ સીટીમાં સમાવિષ્ટ કુદરતી સંસાધનોથી ભરપુર અને ટુરિસ્ટોની પ્રથમ પસંદ ધરાવતું દીવ. સંપૂર્ણ રીતે દેશનું પ્રથમ સોલાર સીટી બની ગયું છે. ઉના નજીક આવેલુ કેન્દ્ર શાસિત ટુરિસ્ટ પોઇન્ટ દીવને હવે વીજ બાબતે કોઈના પર પણ નિર્ભર નહીં રહેવું પડે
દિવના આ દ્રશ્યો દિલ ખુશ કરી દેશે, દિવના સમુદ્રનો આકાશી નજારો સાથે સોલાર સીટીથી જાવા મળી રહેલો દિવનો આ ઝગમગાટ બીજે ક્્યાંય જાવા નહીં મળે કારણકે દિવ એક માત્ર એવું સ્થળ એક એવું શહેર છે જે આખાયે દેશમાં એકમાત્ર સોલાર સીટી બની ગયું છે.
કેન્દ્ર શાસિત દીવ જિલ્લો સંપૂર્ણ રીતે સોલાર આધારિત ઇલેક્ટ્રિસિટી ધરાવતો દેશનો પ્રથમ જિલ્લો બન્યો છે. ટુરિસ્ટ આધારિત આ જિલ્લામાં દિવસ દરમ્યાન એટલે કે પિકઅપ સમયમાં તેને ગુજરાતની ઇલેક્ટ્રિસિટી એટલે કે પાવરની જરૂર રહેતી નથી.
દીવના મલાલા સ્થિત ૫૦ એકરમાં સોલાર પાવર લગાડવામાં આવતા દિવસ દરમ્યાન દીવ જિલ્લાને જે પાવરની જરૂર પડે છે એના કરતાં પણ વધુ ઉત્પાદન થાય છે. ૨૦૧૬માં સહુ પ્રથમ ૩ મેગા વોટ નો પ્લાન કાર્યરત કરાયો હતો ત્યારબાદ એજ જગ્યા પર વધુ ૬ મેગાવોટનો પ્લાન નખાયો. જે કાર્યરત થતા અને સાથે સરકારી વિવિધ ૭૯ કચેરીમાં પણ અગાશી પર સોલાર રુફટોપ નખાતા એમા ૧.૨૭ મેગા વોટ વીજળી ઉત્પન્ન થાય છે.
આમ ૯ મેગાવોટ સોલાર પ્લાન્ટથી અને ૧.૨૭ મેગાવોટ અગાશી પર લગાવેલ ધાબા દ્વારા વીજળી મળતા કુલ ૧૦.૨૭ મેગાવોટ વીજળી સોલાર દ્વારા મળી રહી છે. સ્માર્ટ સીટીમાં સમાવિષ્ટ દીવ જિલ્લાની કુલ વસ્તી ૫૦ હજારની આસપાસની છે. કુલ ૪૦ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. દીવમાં દિવસ દરમ્યાન ૬-૭ મેગાવોટ વીજળીની જરૂરત રહે છે. ત્યારે ૧૦.૨૭ મેગાવોટ વીજળી સોલાર દ્વારા મળતાં દીવ દિવસ દરમ્યાન વીજળીની બાબત માં સરપ્લસ બન્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



