‘કોંગ્રેસને ૪ સીટ પર હરાવવા ભાજપાએ અલ્પેશ ઠાકોરને રૂ. ૯૦ કરોડ આપ્યા’

0
10

દિયોદર તા. પં.ના ઉપપ્રમુખે ભાજપ અને અલ્પેશ પર મુક્યો સણસણતો આરોપ
દિયોદર,તા.૧૫
હાલ દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખે ભાજપ અને અલ્પેશ ઠાકોરને લઇને મોટો આરોપ લગાવ્યો છે. દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખનું નામ બળવંતજી ઠાકોર છે, અને તેમને જણાવ્યું છે કે, અલ્પેશ ઠાકોરે ભાજપ પાસેથી ૯૦ કરોડ રૂપિયા લીધા છે. બીજી બાજુ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપે કોંગ્રેસની ૪ લોકસભા સીટ હરાવવાનો ઠેકો અલ્પેશ ઠાકોરને આપ્યો છે. જેથી અલ્પેશે કોંગ્રેસમાંથી રાજીનામું આપી કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનેલો છે. તેમના આ નિવેદનથી ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો છે.
લાખણીમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ધાટન વખતે દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવંતજી ઠાકોરે અલ્પેશ ઠાકોરને લઇને આ વિવાદિત નિવેદન આપ્યું હતું. લાખાણીમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ધાટન વખતે એમએલએ શિવા ભુરીયા, વસંત ભટોળ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY