સાબરકાંઠા,તા.૧૫
સાબરકાંઠાના જાદર ખાતે લોકસભાના ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડની પ્રચાર સભા યોજાઈ હતી, જેમાં પૂર્વ કેબીનેટ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ જાહેર સભાને સંબોધન કર્યુ હતુ. નોધનીય છે કે, નરેન્દ્ર મોદીએ કરેલ તમામ વિકાસ અને કામગીરી ગણી સંભળાવી હતી, તો કોંગ્રેસ આ વખતે હારશે તો એક પ્રાદેશિક પક્ષ બની જશે. તો આ સભામાં કોંગ્રેસ મહામંત્રી અશોકભાઈ પટેલ સહિત ૧૦૦થી વધુ પાટીદાર આગોવાનો ભાજપમાં જાડાયા હતા. જે તમામને ભાજપ દ્વારા ખેસ પહેરાવી આવકાર્યા હતા.
રૂપાલાએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ પોતાને મત આપવાના કારણો જણાવતા નથી માત્ર મોદીની ટીકાઓ કરી અને એના પણ મત માંગવા માગે છે પરંતુ આ વખતે ગુજરાતની જનતા ૨૬ સીટો પર મોદીને વિજયી બનાવશે. રાફેલમાં ફરી સુનાવણી મામલે રૂપાલાએ જણાવ્યુ કે, સુપ્રિમે સુનાવણીની વાત કરી છે રાફેલ મામલે કોંગ્રેસની પીન ચોટી ગઈ છે. ૮૦૦ કરોડના કામમાં ૩૦ હજાર કરોડનુ કરપ્શન ક્્યાંથી થાય. આમા કશુ છે નઈ આ રાફેલનુ કામ ૨૦૦ થઈ વધુ ક્રોન્ટાક્ટરોને આપ્યુ છે એકલા અનિલ અંબાણીનુ મુદ્દો કેમ ઉછેડવામાં આવ્યો છે એનુ કારણ એક જ છે કે મોદી ગુજરાતના છે અને અંબાણી ગુજરાતના છે. આ ૨૩મીએ ગુજરાતની જનતા જવાબ આપશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



