વાતાવરણમાં અચાનક પલટાથી સાપુતારા પંથકમાં શીત લહેર વ્યાપી

0
138

ડાંગ જિલ્લાનાં સાપુતારા સહિતના અન્ય પંથકોમાં રવિવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટા સાથે નીલગગન આભમાં વાદળછાયું વાતાવરણ છવાઇ જતાં માવઠું પડવાની વકી સાથે શીતલહેર વ્યાપી ગઇ હતી. ડાંગ જિલ્લામાં હાલમાં માર્ચ મહિનામાં ગરમીનો પારો ઉપર ચડવાની સાથે ઉનાળાની ગરમ આબોહવાનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે. ત્યારે વૃક્ષોથી ઘનઘોર એવા ગિરિમથક સાપુતારા, વઘઇ, આહવા, સુબીર અને પૂર્વપટ્ટીનાં અંતરિયાળ પંથકોમાં રવિવારે બપોર બાદ એકાએક વાતાવરણનાં પલટા સાથે નિલગગન આભમાં કાળા ડીબાંગ વાદળોએ ઘેરાવો ભરતા કમોસમી માવઠાની વકી સર્જાવાની સાથે ઠંડકતાની શીત લહેર વ્યાપી ગઇ. વાદળછાયા વાતાવરણના પગલે સાપુતારાનાં તમામ રમણીય સ્થળો સૌંદર્યથી તરબોળ થઇ નિખરી ઉઠયા હતા. પ્રવાસીઓને તડકો અને ઠંડકતાનની વિલુપ્ત પળોને રોમાંચિંત થઇને માણી હતી. વાતાવરણમાં પલટો દેખા દેતા ફળફળાદી, કઠોળ તથા શાકભાજી સહિતના પાકો ઉપર જીવાત પડવાની શક્યતાઓ સર્જાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY