ર ડિસેમ્બરે નિક અને પ્રિયંકા લગ્નના બંધનમાં બંધાશે..!

0
9

મુંબઈ,તા.૧૭
પ્રિયંકા ચોપડા અને નિક જાનસ પોતાના રિલેશનશીપને લઇ સતત ચર્ચામાં છે. થોડાંક સમય પહેલાં જ બંને એ સગાઇ કરી અને બંનેના લગ્નની અફવાએ પણ જાર પકડયું હતું. આ અફવા પર હવે ફૂલસ્ટોપ સતત દેખાઇ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે બંને લગ્ન કરવા જઇ રહ્યાં છે. મીડિયા રિપોર્ટના મતે ૨ ડિસેમ્બરના રોજ પ્રિયંકા અને નિક લગ્નના બંધનમાં બંધાઇ જશે. લગ્ન સમારંભ જાધપુરમાં ત્રણ દિવસ યોજાશે. ૩૦ નવેમ્બર થી ૨ ડિસેમ્બર સુધી ચાલશે.
બંને જાધપુરના આલીશાન મહેલ ઉમેદ પેલેસમાં લગ્ન કરશે. મળતી માહિતી પ્રમાણે જાનસ લગ્નની તૈયારી કરવા માટે ઈન્ડિયા આવી ચૂકયો છે. બંને એ જાતે જ પોતાના લગ્નની જગ્યા નક્કી કરી છે.
બંને ઘણા સમયથી સારો સમય સાથે પસાર કરી રહ્યાં છે. નિક વારંવાર ભારતમાં પ્રિયંકાની સાથે કયારેક ડેટ પર તો કયારેક રમતના મેદાન પર સ્પોટ થઇ ચૂકયો છે. આ સિવાય નિક જાનસના બર્થ ડે પર એક શો દરમ્યાન નિકને કિસ કરતો વીડિયો ખૂબ વાયરલ થયો હતો.
બંને એકબીજાના પરિવાર સાથે હળીમળી ગયા છે. ૧૮મી આૅગસ્ટના રોજ ભારતીય પરંપરાઓ અંતર્ગત પ્રિયંકા અને નિકની સગાઇ થઇ હતી. આ અવસર પર નિકના માતા-પિતા પણ હાજર હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY