કૂતરાંનાં રસીકરણ-ખસીકરણ કરતી એજન્સીઓને હવે બખ્ખાં

0
12

અમદાવાદ,તા.૧૮
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને હવે શહેરનાં રખડતાં કૂતરાં પકડી તેનું રસીકરણ અને ખસીકરણ કર્યા બાદ મૂળ જગ્યાએ મૂકવાની ખાનગી એજન્સીને સોંપાયેલી કામગીરી મોંઘી પડવાની છે.
અત્યાર સુધી પ્રતિ રખડતાં કૂતરાંદીઠ તંત્ર દ્વારા રૂ.૬૩૬નો ભાવ ચૂકવાતો હતો, પરંતુ હવે તેના રૂ.૮૬૦ થી રૂ.૯૦૦ ચૂકવવાની તૈયારી રાખવી પડશે.
રખડતાં કૂતરાંના રસીકરણ અને ખસીકરણ માટે તંત્ર દ્વારા છેક ડિસેમ્બર-ર૦૧રમાં એનિમલ હેલ્થ ફાઉન્ડેશનને કામગીરી સોંપાઇ હતી.
આ ખાનગી એજન્સીને ગ્યાસપુરના સેન્ટર ખાતે ઇન્ફ્રાસ્ટ્રકચર કેનલ્સ, લાઇટ, પાણી અને ટેમ્પો વાહનની સુવિધા પૂરી પડાઇ હતી તેમજ નવા પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનના ચાંદખેડા, સાબરમતી, નવા વાડજ, જૂના વાડજ અને નારણપુરા એમ પાંચ વોર્ડની કામગીરી સોંપાઇ હતી.
જ્યારે પીપલ ફોર એનિમલને મે-ર૦૧રથી ગોમતીપુરમાં જગ્યા ફાળવીને પૂર્વ ઝોન તેમજ ઉત્તર ઝોન વિસ્તારની કામગીરી તેમજ એનિમલ રાઇટ ફંડને બહેરામપુરામાં જગ્યા ફાળવી દક્ષિણ ઝોન, મધ્ય ઝોન અને પશ્ચિમ ઝોનમાં સરદાર પટેલ સ્ટેડિયમ, આંબાવાડી, નવરંગપુરા, પાલડી એમ કુલ પાંચ વોર્ડની કામગીરી ફાળવી છે.
જાકે આ ત્રણેય ખાનગી એજન્સીઓનો કોન્ટ્રાકટ ગત તા.૧ જૂન, ર૦૧૮એ પૂરો થયો હતો, પરંતુ નવા ટેન્ડરીંગની પ્રક્રિયા ચાલુ હોવાથી તેમને બે મહિના વધારી અપાયા હતા. હવે તંત્ર દ્વારા રખડતાં કૂતરાંના ખસીકરણ અને રસીકરણની કામગીરી માટે મંજૂર કરાયેલા નવા ટેન્ડર મુજબ પ્રતિ રખડતાં કૂતરાંદીઠ રૂ.ર૦૦થી રપ૦નો વધારો અપાયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY