સુરત,તા.૧૮
ઇચ્છાનાથ વિસ્તારની કેન્દ્રીય વિદ્યાલયના આચાર્યએ સરકારના ઉડાન પ્રોગ્રામ અંતર્ગત ક્લેમના રૂપિયા અને ચૂંટણી દરમિયાન પ્રિસાઈડિંગ ઓફિસરની જવાબદારીના નાણા રજા પર હોવા છતાં ક્લેમ કરી બારોબાર પોતાના બેંક ખાતામાં લઇ સ્કૂલ અને સરકાર સાથે છેતરપિંડી કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો આરટીઆઈમાં બહાર આવ્યો છે. સ્કૂલ કેમ્પસના ઝાડ કાપી તેના લાકડા પણ વેચી નાંખ્યા હોવાનો અને વિદ્યાર્થીઓ પાસેથી ફેરવેલના નામે મોંઘી ગિફ્ટ લીધી હોવાનો આરોપ શાળાના આચાર્ય પર લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.
RTI એક્નાટિવિસ્ટએ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, છેલ્લા લગભગ પાંચ વર્ષથી કેન્દ્રીય વિદ્યાલય ૧ના આચાર્ય ડી. કે. ગુપ્તા બે નબરમાં રૂપિયા કમાવવા આવા ખેલ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ એક તપાસમાં બહાર આવ્યું હતું કે, આચાર્ય ગુપ્તાએ સ્કૂલ કેમ્પસના અનેક કિંમતી ઝાડ કાપી તેના લાકડા બારોબાર વેચી નાંખ્યા છે. સ્કૂલના ધોરણ ૬થી ૧૦ના વિદ્યાર્થીઓ પાસે ફેરવેલના નામે મોંઘી ગિફ્ટ લઈ રૂપિયા પણ ઉઘરાવ્યાં છે. આ રૂપિયાનો ખર્ચ ક્્યાં કર્યો એ બાબતે પૂછતા વાલીઓ અને સ્ટાફને પણ ખખડાવી કાઢી મુકાતા હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈ આખરે તેમને આચાર્ય ગુપ્તાની ભ્રષ્ટનીતિ સામેના તમામ પુરાવા ભેગા કરી ગાંધીનગર ખાતે ફરિયાદ કરવી પડી હતી.
વધુમાં જાણવા મળ્યું હતું કે, આચાર્ય ગુપ્તાના ભ્રષ્ટાચારનો ભાંડો બહાર આવતા જ તેમની તાત્કાલિક બદલી કરી દેવાઈ છે. ૧૨ સપ્ટેમ્બરે ગાંધીનગરથી સુરત આવેલા આસિ. કમિશનર (KVS) અને તેમની ટીમે આચાર્ય ગુપ્તાના ભ્રષ્ટાચારની તપાસ કરતા ખબર પડી છે કે, ગુપ્તાએ અનેક એવા બોગસ અને ખોટા ક્લેમ કરી રૂપિયા તેમના ખાનગી ખાતામાં લીધા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



