સતત પાંચમા દિવસે રૂપિયો ડોલર સામે ૨૬ પૈસા મજબૂત થયો

0
16

ન્યુ દિલ્હી,તા.૨૦
છેલ્લાં પાંચ દિવસથી રૂપિયો ડાલર સામે સતત મજબૂત થઈ રહ્યો છે. રિઝર્વ બેન્કની મહત્વપૂર્ણ બોર્ડની બેઠક વચ્ચે વેદેશી મુદ્રાની સતત આવકની મદદથી સોમવારે રૂપિયો ૨૬ પૈસાની તેજી સાથે ૧૦ અઠવાડિયાના ઉચ્ચસ્તર પર ૭૧.૬૭ રૂપિયા પ્રતી ડાલર બંધ થયો હતો. જા કે સોમવારે સવારે કારોબારી સત્રમાં થોડી નરમી જાવા મળી હતી પણ પાછળથી રિકવર થતા મજબૂતી જાવા મળી હતી.
રૂપિયો ૧૩ નવેમ્બર પછી પાંચ સત્રોની તેજીના કારણે ૧.૬૮ ટકા તેજીના સાથે ૧૦ અઠવાડિયાના ઉચ્ચ સ્તરે સ્પર્શી ગયુ છે. વિદેશી કોષોની પૂંજી બજારમાં પરત આવવું અને ક્રૂડની કિંમતમાં ઘટાડો થતા રૂપિયામાં મજબૂતાઈ જાવા મળી હતી. રિઝર્વ બેન્કની નિર્દેશક મંડળની બેઠક દરમિયાન શેરબજાર છ અઠવાડિયાના ઉચ્ચ સ્તર પર જઈ પહોંચ્યુ હતુ જેના કારણે રૂપિયાને સમર્થન મળ્યુ.
એચડીએફસી સિક્યોરિટીઝના પીસીજી તેમજ કેપિટલ માર્કેટ ગ્રૂપના પ્રમુખ વી કે શર્માએ કહ્યું કે રિઝર્વ
આભાર – નિહારીકા રવિયા બેન્કના નિર્દેશક મંડળના વિચારાધીન પ્રમુખ મુદ્દાઓમાં નબળી બેન્કો માટે નિયમોની સરળતા લાવવા અને બેન્કીંગ નાણાં કંપનીઓમાં રાશી ઉપલબ્ધ કરાવવા ભારતીય રિઝર્વ બેન્ક માટે પુંજી ઢાંચો તૈયાર કરવાની રૂપરેખાનો સમાવેશ થાય છે.
IDFCના સિક્યોરિટીઝ વાઈસ પ્રેસીડેન્ટ નીરજ અગ્રવાલે જણાવ્યુ કે આ વર્ષે ડાલરની સામે ગગડતા રૂપિયામાં શોર્ટ ટર્મ રિકવરીની આશા છે. અમેરિકી કરન્સીની સરખામણીમાં રૂપિયો મજબૂત થઈને ૬૭-૬૮ના લેવલને સ્પર્શે તેવી શક્યતા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY