ન્યુ દિલ્હી,તા.૨૦
ડોલરની સરખામણીમાં રૂપિયો શુક્રવારના રોજ પોતાની અત્યાર સુધીની સૌથી નીચલી સપાટી પર પહોંચી ગયો છે. ટ્રેડિંગ સેશન દરમ્યાન રૂપિયો ૭ પૈસા નબળો ૬૯.૧૨ ડોલરના ભાવ પર ખૂલ્યો. જે રૂપિયાની ઓલટાઇમ નીચલી સપાટી છે. મળતી માહિતી પ્રમાણે યુએસમાં ઇકોનોમિક ડેટા સારા રહેવાથી ડોલરમાં મજબૂતી આવી અને ઘર આંગણે સરકારની વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ટેબલ પર હોવાથી રૂપિયામાં નરમાઇ આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે ૬૯.૩૦ પ્રતિ ડોલરની રેકોર્ડ નીચલી સપાટી સુધી જઇ શકે છે. રૂપિયો નબળો થવાથી સામાન્ય પ્રજા માટે પણ ખતરો છે.
આની પહેલાં ગુરૂવારના રોજ પણ રૂપિયો રેકોર્ડ બ્રેક નીચલી સપાટી પર બંધ રહ્યો હતો. ગુરૂવારના રોજ રૂપિયો ૪૩ પૈસા તૂટી ૬૯.૦૫ની સ્તર પર બંધ રહ્યો હતો. આ રૂપિયાનું સૌથી નીચલી સપાટી પર ક્લોઝિંગ હતું. જ્યારે ૪૩ પૈસાની નરમાઇ સાથે રૂપિયો મે બાદ એક દિવસનો સૌથી મોટો ઘટાડો હતો.
એક્સપટ્ર્સનું કહેવું છે કે સ્થાનિક કરન્સની સપોર્ટ માટે આરબીઆઈની તરફથી કોઇ દખલ કરવામાં આવી નથી. તેના લીધે રૂપિયામાં રિકવરી દેખાતી નથી.
આ વર્ષમાં અત્યાર સુધીમાં રૂપિયો ૭ ટકા સુધી તૂટ્યો છે. આની પહેલાં રૂપિયો ૨૮ આૅગસ્ટ, ૨૦૧૩ના રોજ ૬૮.૮૦ની સૌથી નીચલી સપાટી પર પહોંચ્યો હતો.
આમ આદમી પર શું અસર પડશે
– ભારત પોતાની જરૂરિયાતની અંદાજે ૮૦ ટકા પેટ્રોલિયમ પ્રોડક્ટ આયાત કરે છે
– રૂપિયામાં ઘટાડાથી પેટ્રોલિયમ પ્રોડક્ટસની આયાત મોંઘી થઇ જશે
– તેલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલની સ્થાનિક કિંમતોમાં વધારો કરી શકે છે
– ડીઝલના ભાવ વધવાથી નૂરભાડા વધશે તેના લીધે મોંઘવારીમાં વધારો થઇ શકે છે
– આ સિવાય ભારત મોટાપાયે ખાદ્ય તેલો અને દાળોની પણ આયાત કરે છે
– રૂપિયો નબળો થતાં સ્થાનિક બજારમાં ખાદ્ય તેલો અને દાળોની કિંમત વધી શકે છે
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





