બુલેટ ટ્રેનથી દેશને ફાયદો થશે ; મુખ્ય પ્રધાન

0
10

મુંબઈ,તા.૨૦
બુલેટ ટ્રેન અંગે વિધાન પરિષદમાં પોતાનો મત સ્પષ્ટ કરતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન વ્યવહારુ છે અને દેશના વિકાસમાં તે ભાગ ભજવશે. વિધાન પરિષદમાંં કાંગ્રેસના સભ્ય સંજય દત્તે અન્ય સભ્યો સાથે મળી ફડણવીસને બુલેટ ટ્રેનના ફિઝિબિલિટી રિપોર્ટ, જમીન સંપાદન, રોકાણ અને લાન અંગે માહિતી માગી હતી. ફડણવીસે તેમને જવાબ આપતા જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનનો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર છે અને તે ફિઝિબલ છે, તેમ રિપોર્ટ જણાવે છે. હાલમાં ત્રણ ટકા લોકો હવાઈ સેવાનો ઉપયોગ કરે છે. દેશમાં પહેલા હવાઈ સેવા શરૂ થઈ ત્યારે માત્ર એક ટકા નાગરિકો તેનો ઉપયોગ કરતા હતા, હવે તે ત્રણ ટકા થયો છે. દરેક શહેરમાં એરપોર્ટની માગ થઈ રહી છે. ઝડપી પરિવહનની સુવિધા વિકસે એટલે રોકાણકારો આકર્ષાય છે અને વિકાસ થાય છે. જાપાન અને ચીનમાં બુલેટ ટ્રેન બાદ વિકાસ ઝડપી બન્યો છે. તેમણે જણાવ્યું હતું કે ૧૦૦ ટકા પ્રોડક્શન દેશમાં થશે. આ માટે રૂ. એક લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે. ૦.૫ ટકાના વ્યાજથી ૫૦ વર્ષના સમયગાળા માટે સરકારને લાન મળવાની છે. બુલેટ ટ્રેન બાદ રાજ્યની જીડીપીમાં વધારો થશે અને પ્રોજેકટથી દેશને પણ ફાયદો થશે.
જમીન આપવા માટે ખેડૂતોની અસહમતી અંગે તેમણે જણાવ્યું હતું કે અમે ખેડૂતોને સમજાવી રહ્યા છે. જે રૂટ અન્ડરગ્રાઉન્ડ છે ત્યાં ખેડૂતોને વળતર આપવામાં આવશે અને કામ પૂરું થયા બાદ તેઓ ત્યાં ખેતી પણ કરી શકશે. ફડણવીસે એમ પણ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટની પહેલી સંકલ્પના ડા. મનમોહન સિંહ વડા પ્રધાન હતા ત્યારે રજૂ કરવામાં આવી હતી, આથી વિરોધપક્ષોએ આ મામલે રાજકારણ ન ખેલતા પ્રોજેક્ટને સમર્થન આપવું જાઈએ. આ પ્રોજેક્ટની વન્ય જમીનને કોઈ નુકસાન નહીં થાય તેમ પણ ફડણવીસે ઉમેર્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY