મુંબઈ,તા.૨૯
ઈંમીટુ અંગે બોલિવુડથી લઈ રાજકારણની ગલીઓમાં ભૂકંપ મચેલો છે. મોટી મોટી હસ્તીઓએ આ અભિયાન દ્વારા પોતાની સાથે થયેલી ગંદી હરકતોનો ખુલાસો કર્યો છે. મહિલાઓની આપવીતી બાદ દેશની ઘણી જાણીતી હસ્તીઓ સવાલોથી ઘેરાયેલી છે. આ અભિયાન દ્વારા હવે મોટો ખુલાસો બિગ બોસ ફેમ ટીવી અભિનેત્રી ડાલી બિન્દ્રાએ કર્યો છે.
ડાલી બિન્દ્રાએ ગાડ મધર રાધે મા પર આરોપ લગાવ્યો છે કે તેમણે ચંદીગઢમાં એક મોટા પોલિસ અધિકારીના ઘરે તેનું યૌન શોષણ કરાવ્યુ છે. બિન્દ્રાએ આ વિશે એક ટિવટ કર્યુ છે. જેમાં તેમણે કહ્યું છે કે વર્ષ ૨૦૧૫માં રાધે મા અને તેમના ભક્તોએ તેમને ચંદીગઢ સ્થિત પંજાબ પોલિસના એક મોટા અધિકારીના ઘરે યૌન શોષણનો શિકાર બનાવી હતી. આના વિરોધમાં તેમણે તરત જ અવાજ ઉઠાવ્યો હતો પરંતુ રાધે મા અને પોલિસ અધિકારીની ઉંચી પહોંચના કારણે સમગ્ર મામલો રફે-દફે કરી દેવાયો. બિન્દ્રાએ કહ્યું કે તેમણે પોતાની સાથે થયેલી ગંદી હરકતની ફરિયાદ પોલિસમાં પણ કરાવી હતી પરંતુ પોલિસે સમગ્ર મામલે કોઈ પગલાં લીધા નહોતા.
બિન્દ્રાએ પોતાના ટિવટમાં એ પણ લખ્યુ છે કે આજે દરેક જણ એ મહિલાની વિશ્વસનીયતા પર શંકા કરી રહ્યું છે જે મી ટુ હેઠળ યૌન શોષણનો પોતાનો ભયાનક અનુભવ લખી રહી છે. તેને સવાલ કરવામાં આવી રહ્યા છે કે તેણે ત્યારે કેમ ન કીધુ? અત્યારે કેમ બોલી રહી છે? લોકો એ સમજવામાં અસફળ થઈ જાય છે કે યૌન શોષણની શિકાર મહિલાઓ કેવા ડિપ્રેશનમાં જતી રહેતી હોય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



