ડોમેસ્ટીક પેસેન્જર માટેના વેચાણમાં ૩૮ ટકા વધારો

0
19

નવીદિલ્હી, તા. ૧૦
સ્થાનિક પેસેન્જર વાહનોના વેચાણમાં ૩૭.૫૪ ટકાનો ઉલ્લેખનીય વધારો થઇ ગયો છે. આ વર્ષે જૂન મહિનામાં ૨૭૩૭૫૯ યુનિટોનું વેચાણ થયું છે. ગયા વર્ષે આ મહિના દરમિયાન ૧૯૯૦૩૬ યુનિટનું વેચાણ થયું હતું. સોસાયટી ઓફ ઇÂન્ડયન ઓટો મોબાઇલ મેન્યુફેક્ચર્સ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, સ્થાનિક કાર વેચાણમાં ૩૪.૨૧ ટકાનો ઉલ્લેખનીય વધારો થયો છે. જૂન ૨૦૧૭માં ૧૩૭૦૧૨ યુનિટની સામે આ આંકડો ૧૮૩૮૮૫ રહ્યો છે. બીજી બાજુ મોટરસાયકલના વેચાણમાં ૨૪.૩૨ ટકાનો વધારો થયો છે. એક વર્ષ અગાઉ ૯૬૪૭૨૯ યુનિટની સામે ગયા મહિનામાં ૧૧૯૯૩૩૨ યુનિટોનું વેચાણ કરવામાં આવ્યું છે. ટુ વ્હીલર્સનું વેચાણ જૂન મહિનામાં ૨૨.૨૮ ટકા વધ્યો છે અને આંકડો એક વર્ષ અગાઉ આજ મહિનામાં ૧૫૨૭૫૦૯ યુનિટની સામે ૧૮૬૭૮૮૪ યુનિટ રહ્યો છે. કોમર્શિયલ વાહનોના વેચાણમાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે તેમાં ૪૧.૭૨ ટકા સુધીનો વધારો થયો છે. જૂન મહિનામાં આ આંકડો ૮૬૬૨૪ નોંધાયો હતો. જુદી જુદી કેટેગરીમાં વાહનોના વેચાણમાં વધારો થયો છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY