વોડાફોન-આઇડિયા સેલ્યુલર મર્જરને ડોટની શરતી બહાલી

0
122

નવી દિલ્હી,તા. ૧૦
વોડાફોન અને આઇડિયા સૌથી મોટી ટેલિકોમ કંપની બનવાની દિશામાં આગળ વધી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ ડિપોર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (ડોટ) દ્વારા બીજા અને ત્રીજા નંબરની સૌથી મોટી મોબાઇલ કંપની વચ્ચે મર્જરને લીલીઝંડી આપી દીધી છે. આની સાથે જ બ્રિટનમાં હેડક્વાર્ટર ધરાવનાર મહાકાય કંપની વોડાફોન અને કુમાર મંગલમ બિરલાની અંકુશવાળી આઇડિયા સેલ્યુલર મળીને હવે એક કંપની બની જશે. એક કંપની તરીકે આ બંને કામ કરશે. વનટાઈમ સ્પેક્ટ્રમ ચાર્જ તરીકે સરકારને ૭૨ અબજથી વધુ રૂપિયા ચુકવનાર છે. ડોટે આઇડિયા સેલ્યુલર પાસેથી ૩૩૪૨ અબજની બેંક ગેરંટી માટે પણ આદેશ કર્યો છે જ્યારે વોડાફોનને સ્પેક્ટ્રમ ઉદારીકરણના ભાગરુપે રોકડમાં ૩૯.૨૬ અબજ રૂપિયા ચુકવવાના રહેશે. આઈડિયાની ટેલિકોમ ઓપરેશનમાં અન્ય કોઇપણ નિયમોને પાળવા માટે ખાતરી પણ આપવી પડશે. પ્રાપ્ત માહિતી મુજબ આ કંપની શુક્રવાર સુધી રોકડમાં નાણા જમા કરે તેવી શક્યતા છે. બીજી બાજુ આઈડિયા દ્વારા જરૂરી બેંક ગેરંટી આપવા માટેની તૈયારી પણ કરી લેવામાં આવી છે. અગાઉ એવા સંકેત મળ્યા હતા કે, બંને કંપનીઓ કોર્ટમાં જશે અને કેન્દ્રની માંગ સામે પડકાર ફેંકશે પરંતુ કંપનીઓએ હવે મર્જરમાં ડિલેને રોકવા માટે પેમેન્ટ કરી દેવાનો નિર્ણય કર્યો છે. કંપનીઓને આશા હતી કે, જૂન મહિનાના અંત સુધીમાં મર્જરની પ્રક્રિયા પુર્ણ થઇ જશે પંરતુ ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ આવી શક્યો નથી. ડોટ દ્વારા વનટાઈમ સ્પેક્ટ્રમ ચાર્જની માંગ કરવામાં આવી હતી. ડોટના અધિકારીઓનું કહેવું છે કે, બેંક ગેરન્ટી અને રોકડ મળી ગયા બાદ વિભાગ દ્વારા અંતિમ મંજુરી આપી દેવામાં
આવશે. સાથે સાથે વોડાફોન ઇÂન્ડયાના લાયસન્સ આઈડિયા સેલ્યુલરમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ડિપાર્ટમેન્ટ દ્વારા વોડાફોનની બેંક ગેરન્ટી ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરશે. આ મર્જર પર તમામની નજર કેન્દ્રિત થયેલી છે. માર્કેટમાં જીઓની એન્ટ્રીના કારણે અન્ય મોબાઇલ ક્ષેત્રે રહેલી કંપનીઓ વચ્ચે સ્પર્ધાની સાથે તેમની હાલત કફોડી બનેલી છે. આગામી દિવસોમાં સ્પર્ધા વધુ તીવ્ર બને તેવી શક્યતા દેખાઈ રહી છે. કોર્પોરેટ જગતની નજર કેન્દ્રિત થઇ છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY