વાશિંગ્ટન/માસ્કો,તા.૨૦
અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટગેશન (એફબીઆઇ)ના એક્સ ડાયરેક્ટર જેમ્સ કોમેના મેમોના અમુક પેજ રિલીઝ થઇ ગયા છે. આ મેમોમાં એવી વાતો સામે આવી છે, જે કદાચ આવનારા સમયમાં અમેરિકાની રાજનીતિમાં ખળભળાટ મચાવી શકે છે. પોતાના આ મેમોમાં કોમેએ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે જાડાયેલી એક ખાસ વાતનો ઉલ્લેખ કર્યો છે. અમેરિકા અને રશિયાની વચ્ચે હાલ જાઇન્ટ મિલિટરી એરસ્ટ્રાઇક્સ મુદ્દે તણાવનો માહોલ છે. કોમેએ મેમોમાં ખુલાસો કર્યો છે કે, ટ્રમ્પે એકવાર જણાવ્યું હતું કે, પુતિને તેઓની સામે રશિયાની પ્રોસ્ટિટ્યૂટ્સ કેટલી સુંદર અને બેસ્ટ છે તેવી ચર્ચા કરી હતી.
અમેરિકાના અનેક મીડિયા હાઉસે કોમેના મેમોને જાહેર કર્યો છે. આ મેમોમાં કોમેએ દાવો કર્યો છે કે, અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને પુતિને એકવાર કÌšં હતું કે, ‘અમારી પાસે વિશ્વની સૌથી સુંદર અને બેસ્ટ વેશ્યાઓ છે.’ કોમેએ આ ઘટનાનનો ઉલ્લેખ પોતાના મેમોમાં કરીને પહેલેથી જ વિવાદમાં ઘેરાયેલા મૂલર કેસની તપાસને વધુ રોચક બનાવી દીધી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"