આઈટી રિટર્નમાં ખોટી માહિતી આપી તો લાગશે ૨૦૦ ટકા દંડ ફટકારાશે

0
62

ન્યુ દિલ્હી,તા.૨૦
ટેક્સ છૂપાવવાનો કે બચાવવાનો કોઈપણ પ્રયત્ન તમારી મુશ્કેલીઓ વધારી શકે છે. આવકવેરા વિભાગ પહેલા આ વિષય સાથે સંકળાયેલી વિગતો જણાવી ચુક્યું છે. જા કોઈપણ વ્યક્તિ આઇટી રિટર્નમાં ખોટી માહિતી આપશે કે માહિતી છૂપાવશે તો ૈં્‌ ડિપાર્ટમેન્ટ તેના પાસેથી ચાર્જ વસૂલ કરશે. ટેક્સ સાથે ફેરફાર કરવાથી ટેક્સથી બચાવવામાં આવેલી કુલ રકમમાં ૫૦થી ૨૦૦% સુધી ચાર્જ લગાવવામાં આવશે.
ૈં્‌ની આ ચેતાવણી ખાસકરીને પગારદાર ટેક્સપેયર્સ માટે છે કારણ કે હાલમાં બેંગલોરનો એક આવો કિસ્સો સામે આવ્યો છે. ત્યાં જે બાબત સામે આવી હતી તે આવકમાં ઘટાડો અથવા વધારીને લખવાની હતી.
આ ગેંગ કર્મચારીને બોગસ ટેક્સ રિફંડ હાંસલ કરવામાં મદદ કરતુ હતું. આવક ઓછી બતાવવા અથવા વધારે બત્તાવવાના કાવતરું કરનાર જાણીતી કંપનીઓના કર્મચારીઓ પણ આવું કરતા ઝડપાઈ ગયા છે.
ટેક્સ ટૂ વિન ડાટ ઇનના સીઇઓ અભિષેક સોનીએ આ અંગે વિસ્તૃત વાત કરતા જણાવ્યું કે, નિયમનો ઉલ્લંઘન કરનાર શખ્સને સેક્શન ૨૭૦છ અંતર્ગત સજા મળી શકે છે. નોટબંધી બાદ સંશોધન કરીને આ સેક્શનને વધુ મજબૂત બનાવી દેવામાં આવ્યું છે.
સેક્શન ૨૭૦છ મુજબ ઇનકમ ટેક્સ રિટર્નમાં ખોટી માહિતી આપવામાં આવી તો છૂપાવેલી રકમ પર ૨૦૦ ટકા સુધીનો દંડ ફટકારવામા આવી શકે છે, અને જા અન્ય કોઇ કારણસર અલગ ઇનકમ બતાવવામાં આવી તો છૂપાવેલી રકમ પર ૫૦ ટકા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે.
એટલું જ નહીં પણ વિભાગે એમ પણ કÌšં છે કે આવા ટેક્સ પેયર્સ ખોટું આઇટી રિટર્ન ભરી રહ્યો હોવાનું તેના એમ્પલોયરને જાણકારી પાણ આપવામાં આવશે.
ખોટી ઇનકમ બતાવવાના કેસમાં આ વસ્તુ સામેલ છેપ
૧. ખોટી માહિતી આપવી કે છૂપાવવી.
૨. રોકાણનો સાચો રેકોર્ડ ન બતાવવો.
૩. કપાત વધારીને દર્શાવવી પણ પ્રૂફ ન આપી શક્્યા.
૪. અકાઉન્ટ બુકમાં કોઇપણ ખોટી એન્ટ્રી.
૫. કોઇ આંતરરાષ્ટય કે કોઇ ખાસ લેણ-દેણનો રેકોર્ડ છૂપાવવો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY