ન્યુ દિલ્હી/બીજિંગ,તા.૧૬
ડોલકામને લઈને સર્જાયેલા પડઘા હજી તો માંડ શાંત પડ્યાં છે ત્યારે ભારત અને ચીન હવે સમુદ્રમાં સામ-સામે આવે તેવી શક્યતા છે. ભારતને ઘેરવા ચીને એક નવો ખેલ રચ્યો છે. આ કામમાં મલેશિયાએ પણ ચીનને સાથ આપીને ભારતને આંચકો આપ્યો છે. આમ ચીનનું નૌકાદળ ભારતના સમુદ્ર કિનારાથી અત્યંત નજીકના અંતરે આવી જશે.
ચીન આગામી શનિવારથી ૯ દિવસ માટે સંયુક્ત નૌસેના અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યું છે. ચીના સંરક્ષણ મંત્રીના જણાવ્યા પ્રમાણે ચીનને આ કામમાં મલેશિયા અને થાઈલેન્ડ સાથ આપશે. ચીન આ અભ્યાસ પોતાની નૌસેનાને મજબુત કરવા માટે કરી રહ્યું છે. આ અભ્યાસ પર ભારતની નજર છે. આ સભ્યાસ સ્ટ્રેટ ઓફ મલાક્કામાં યોજાશે. મલેશિયા પાસે આવેલુ આ સ્થળ નિકોબાર દ્વીપથી માત્ર એક હજાર કિલોમીટર જ દૂર છે. અહીં ભારતીય નેવીનું એક એર સ્ટેશન પણ આવેલુ છે.
ખાસ વાત એ છે કે ચીનને આ કામમાં મલેશિયા પણ તેને સાથ આપી રહ્યું છે. મલેશિયાનું આ પગલું ભારત માટે આઘાતજનક છે. કારણ કે હજી થોડા સમય પહેલા જ મલેશિયાએ ભારત સાથે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ માનવામાં આવતું હતું કે મલેશિયાના સંબંધો આશિયાન સાથે વધુ ગાઢ બનશે.
ચીન આ અભ્યાસમાં ૩ યુદ્ધ જહાજા, ૨ જહાજ પરથી ઉડાન ભરી શકવામાં સક્ષમ હેલિકોપ્ટર, ૩ IL-૭૬ ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ વગેરેનો સમાવેશ થાય છે. આ અભ્યાસ ૩ દિવસ ચાલશે જેમાં ૬૯૨ જવાનો ભગા લેશે. ચીને આ અભ્યાસની પીસ એંડ ફ્રેંડશિપ ૨૦૧૮ નામ આપ્યું છે. આ અભ્યાસ સાઉથ ચાઈના ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા લાવવા માટે છે તેમ ડ્રેગનનું કહેવું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




