ન્યુ દિલ્હી,તા.૨૨
વીમા નિયામક ઈરડાઈએ ઓનર-ડ્રાઈવર માટે લઘુતમ ૧૫ લાખનું વીમા કવચ કરી દીધું છે. આ માટે વાર્ષિક પ્રીમિયમ ૭૫૦ રૂપિયા રહેશે. માર્ગ અકસ્માતનો ભોગ બનતા ડ્રાઈવર માટે આ રાહતરૂપ સમાચાર છે. હાલમાં ટુ વ્હીલર અને પ્રાઈવેટ કાર/કોમર્શિયલ વ્હીકલ માટે અનુક્રમે એક લાખ રૂપિયા અને બે લાખ રૂપિયાનું વીમા કવચ છે.
ઈરડાઈ(ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ (ઈન્ડિયા)એ તમામ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓને કમ્પલસરી પર્સનલ એકિસડેન્ટ(CPA) હેઠળ ઓછામાં ઓછા ૧૫ લાખ રૂપિયાનું કેપિટલ સમ ઈન્સ્યોર્ડ(CSI)નું કવચ આપવાનો આદેશ કર્યો છે. તમામ પ્રકારના વાહનો માટે આ લાગુ થશે. આ વાર્ષિક પોલિસી માટે ૭૫૦ રૂપિયા પ્રીમિયમ ચૂકવવાનું રહેશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



ઈરડાઈએ કહ્યું કે લાયેબિલિટી ઓનલી હેઠળ ઓપ્શનલ કવર(કવચ) પેટે ૧૫,૦૦,૦૦૦ રૂપિયા સીએસઆઈ આપવામાં આપવાનું રહેશે અને પેકેજ પોલિસી/બન્ડલ્ડ કવરની કલમ ૧૧૧ હેઠળ વધારે પ્રીમિયમ ચૂકવણી સાથે આ રકમ આપવાની રહેશે.ઈરડાઈએ કહ્યું છે કે આ સરકયૂલર મળે તે તારીખથી જ આ વીમા કવચ આપવાનું તેમણે શરૂ કરી દેવાનું રહેશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



