જ્હોનની ફિલ્મ બાટલા હાઉસનું પોસ્ટર રિલિઝ

0
10

મુંબઈ,તા.૨૨
જ્હોન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસનું પોસ્ટર અભિનેતાએ સોશિયલ મીડિયા પર શેર કર્યું. જે ૨૦૦૮ની બાટલા હાઉસની સત્ય ઘટના પર આધારિત છે.
જ્હોન માટે આવા કિરદારો પ્લે કરવા હવે કોઇ નવી વાત નથી રહી. કારણ કે થોડા સમય પહેલા જ રિલીઝ થયેલી જ્હોન અબ્રાહમની ફિલ્મ પરમાણુ ધ સ્ટોરી ઓફ પોખરણ, મદ્રાસ કાફે, ફોર્સ ૧ અને ૨ સાથે સત્યમેવ જયતે બાદ બાટલા હાઉસમાં પણ તે પોલીસના રોલમાં જાવા મળવાનો છે. જે પછી ગુજરાતમાં શૂટ થયેલી તેની ફિલ્મ રોમિયો અકબર વોલ્ટર રિલીઝ થશે.
આ ફિલ્મમાં જ્હોન સંજય કુમાર યાદવ નામના પોલીસ ઓફિસરનો રોલ કરી રહ્યો છે. જે બાટલા હાઉસ એન્કાઉન્ટરની ટીમને લીડ કરી રહ્યો હતો. પણ જ્હોન માટે આ ફિલ્મ મુસીબત સમાન બની રહેવાની છે. તેની પાછળનું કારણ છે રિલીઝ ડેટ. ફિલ્મ ૧૫ ઓગસ્ટ ૨૦૧૯માં રિલીઝ થવાની છે. જે દિવસે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને લીડ રોલમાં ચમકાવતી સુપરહિરો ફિલ્મ બ્રહ્માસ્ત્ર સાથે રાજકુમાર રાવની અમદાવાદમાં શૂટ થયેલી ફિલ્મ મેડ ઇન ચાઇના પણ રિલીઝ થવાની છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY