ન્યુ દિલ્હી,તા.૪
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તે સમયે હોબાળો થઈ ગયો જ્યારે વિમાનમાં બેઠેલો એક શખ્સ પરાણે કોકપિટમાં ઘૂસવાના પ્રયાસ કરવા લાગ્યો. મિલાનથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની છૈં ૧૩૮ વિમાનમાં એક યાત્રી પરાણે કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો, જે બાદ વિમાનને પરત ઈટાલી લઈ જવું પડ્યું હતું.
પ્રાપ્ત થતી જાણકારી મુજબ ગુરપ્રીત સિંહ નામનો યાત્રી એર ઈન્ડિયાની આ ફ્લાઈટમાં દિલ્હી જઈ રહ્યો હતો.
– જા કે ફ્લાઈટ ઉડ્યાને લગભગ ૧ કલાક બાદ તેનું વિચિત્ર વર્તન કરવા લાગ્યો. વિમાનના સ્ટાફે તેને ઘણો જ સમજાવવાનો અને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગુરપ્રિત કોઈના કાબૂમાં ન આવ્યો.
તે કોઈપણ રીતે કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કરતો હતો. તેની આવી હરકતના કારણે વિમાનમાં સવાર ૨૫૦ લોકોના જીવ મુશ્કેલીમાં પડી ગયા હતા.
પાયલટે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને પરત ઈટાલી લઈ જવાનો નિર્ણય લીધો. એટલું જ નહીં પાયલટે વિમાનની ફ્યૂલ ટેન્ક પણ ખાલી કરવી પડી કે જેથી લેન્ડંગ સમયે પ્લેનનું વજન ઓછું રહે અને કોઈ અઘટીત ઘટનાથી બચી શકાય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



