ન્યુ દિલ્હી,તા.૧૬
દસા એવિએશન ૨૦૧૯થી ભારતને રફાલ ફાઈટર જેટ્સ આપવાનું શરૂ કરશે. આ જાણકારી કંપનીના સીઈઓ એરિક ટ્રેપિયરે ઓરલેન્ડોમાં આપી છે. ઓરલેન્ડોમાં વિશ્વના સૌથી મોટા બિઝનસ જેટ શા દરમિયાન ટ્રેપિયરે રફાલ પર ટીપ્પણી કરી હતી. આ પહેલા પણ ટ્રેપિયર, ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી મામલે ટીપ્પણી કરી ચુક્્યા છે.
ટ્રેપિયરે કહ્યુ હતુ કે અનિલ અંબાણીની કંપનીનું રફાલમાં માત્ર દશ ટકા ઓફસેટ રોકાણ છે. સીઈઓ એરિક ટ્રેપિયરે કહ્યુ છે કે કંપની એકસો જેટલી ભારતીય કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. ફ્રાંસની વેબસાઈટ મીડિયાપાર્ટે આ નિવેદન પ્રકાશિત કર્યું હતું.
વેબસાઈટ પર દસા મેનેજમેન્ટ અને તેના કર્મચારીઓના પ્રતિનિધિઓ વચ્ચે એક મીટિંગની નોટ્સને ટાંકવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે ભારતની રાજનીતિમાં રફાલ ડીલ સામે કોંગ્રેસના સવાલોથી ભારે ગરમાગરમી જાવા મળી રહી છે. આ મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.
સુપ્રીમ કોર્ટે રફાલ ડીલ પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને કહ્યુ હતું કે તેઓ યુદ્ધવિમાનની કિંમતો અને તકનીક સાથે જાડાયેલી જાણકારી ભલે જાહેર કરે નહીં. પરંતુ રફાલ ડીલની પ્રક્રિયાની કોર્ટને જાણકારી આપે. આના માટે સુપ્રીમ કોર્ટે ૨૯ ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે અને બંધ કવરમાં ડીલની પ્રક્રિયાની જાણકારી આપવા માટે તાકીદ કરી છે. આ મામલે ૩૧ ઓક્ટોબરે આગામી સુનાવણી હાથ ધરાવાની છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



