આઈસીસીમાં ફરી સામેલ થયું અમેરિકા, બન્યો ૧૦૫મો સભ્ય દેશ

0
6

દુબઈ,તા.૯
અમેરિકા ફરી એકવાર ઈન્ટરનેશનલ ક્રિકેટ કમિટી (આઈસીસી)નું સભ્ય બની ગયું છે. તે ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાનું ૧૦૫મું સભ્ય બનશે. આઈસીસીએ થોડા વર્ષ પહેલા અમેરિકી ક્રિકેટ સંઘને હટાવ્યા બાદ ફરી એકવાર પોતાની સભ્યની યાદીમાં સામેલ કરી લીધું છે. આઈસીસીએ મંગળવારે રાત્રે એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી.
આઈસીસીના નિવેદન અનુસાર, અમેરિકાએ ૯૩માં એસોસિએટ સભ્ય બનવાની અપીલ કરી હતી. તેને આઈસીસીના બંધારણ પ્રમાણે મંજૂર કરી લેવામાં આવી છે. આઈસીસીની સદસ્ય સમિતિની ગત બેઠકમાં અમેરિકાને સભ્ય બનાવવાની ભલામણ કરવામાં આવી હતી, જેને તત્કાલ પ્રભાવથી માની લેવામાં આવી છે. આઈસીસીના ૧૨ પૂર્ણ સભ્ય પહેલાથી છે. આ રીતે અમેરિકા આઈસીસીનું ૧૦૫મું સભ્ય બની ગયું છે.
આઈસીસીના સભ્ય થવાને નાતે અમેરિકા આઈસીસી પાસેથી મળનારી સુવિધાનું હકદાર બની જશે. તે આઈસીસીના વિકાસ ફંડ નીતિ અંતર્ગત કોષ પ્રાપ્ત કરવા માટે યોગ્ય હશે અને તે અમેરિકામાં ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આપવાની મંજૂરી આપી શકે છે. આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) ડેવિડ રિચડર્સને કહ્યુ, આ આકરી મહેનતનું પરિણામ છે અને હું આ તકે અમેરિકી ક્રિકેટને શુભેચ્છા આપું છે અને ભવિષ્ય માટે શુભકામના આપુ છું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY