મેલબર્ન,તા.૯
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન અને કેનબેરામાં સ્થિત ભારત સહિત લગભગ ૧૦ દૂતાવાસમાં કેટલીક સંદિગ્ધ પેકેજ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સુરક્ષાના કારણોસર ફેડરલ પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઓસ્ટ્રેલિયાના ફાયરફાઇટરો આ દૂતાવાસમાં જઇને શંકાસ્પદ પેકજાની તપાસ કરી રહ્યા છે. કોલિન્સ સ્ટ્રીટ પર સ્થિત બ્રિટિશ દૂતાવાસમાં જાખમી સામગ્રી મળી હોવાની જાણકારી લોકલ પોલીસને મળી હતી. આ સિવાય સેન્ટ કિલ્દા રોડ પર સ્થિત યુએસ, તૂર્કી, ઇટાલિયન અને કોરિયન દૂતાવાસમાં પણ આ પેકેજા મળ્યા હોવાની જાણકારી સામે આવી હતી.
એટલું જ નહી આ જાખમી સામગ્રી ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ , ગ્રીક, ઇજિપ્ત અને જાપાનના દૂતાવાસમાં પણ પ્રાપ્ત થઇ હતી. જોકે ઓથોરિટીએ હજુ સુધી આ પેકેજમાં શુ પ્રાપ્ત થયું છે તેની કોઇ માહિતી આપી નથી, પરંતુ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે જણાવ્યું હતું કે, ઘટનાની તપાસ ચાલી રહી છે અને જે શંકાસ્પદ સામગ્રી મળી આવી છે તેની વહેલી તકે તપાસ કરવામાં આવશે.
મીડિયાના રિપોટ્ર્સ મુજબ, ભારતના દૂતાવામાં કામ કરી રહેલા બધા જ કર્મચારીઓ દૂતાવાસમાંથી બહાર નીકળી ગયા હતા અને તેમને મીડિયા સાથે વાતચીત ન કરવા જણાવવામાં આવ્યું હતું. એક પત્રકારના જણાવ્યા મુજબ રિપ્લિત ઓફ કોરિયાના દૂતાવાસની અંદર બોમ્બ સ્ક્વોડ દ્વારા પહેરવામાં આવતા શૂટ પહેરેલા ઇમરજન્સી કર્મીઓ કેટલીક બિલ્ડિંગ અંદર પ્રવેશ્યા હતા. જાકે હજુ સુધી કોઇ પણ વ્યકિતને ઇજા થઇ હોવાની જાણકારી પ્રાપ્ત થઇ નથી. આ ઘટના આર્જેન્ટિનાના દૂતાવાસમાં કેટલાક સફેદ પદાર્થ મળી આવ્યા હોવાના બે દિવસ બાદ સામે આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



