અબુધાબીમાં ૨૦મી એપ્રીલે સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ થશે

0
8

અબૂ ધાબીમાં બનશે પ્રથમ હિન્દુ મંદિર
દુબઇ,તા.૧૨
અબુ ધાબીમાં આ વર્ષે એપ્રિલમાં પ્રથમ હિન્દુ મંદિરનો પાયો નાખવામાં આવશે. એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ)ની રાજધાનીમાં મંદિર બનાવવાની યોજનાને ૨૦૧૫માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રથમ દુબઇ પ્રવાસ દરમિયાન અબૂ ધાબી સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
ગલ્ફ ન્યૂઝ અનુસાર વિશ્વવ્યાપી હિન્દુ ધાર્મિક અને નાગરિક સંગઠન, BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મંદિરનો પાયો નાખવાનો સમારોહ ૨૦ એપ્રિલે યોજવામાં આવશે. જેની અધ્યક્ષતા BAPS સ્વામિનારાયણ સંસ્થાના હાલના ગુરૂ અને અધ્યક્ષ મહંત સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવશે.
આધ્યાત્મિક ગુરૂ ૧૮થી ૨૯ એપ્રિલની વચ્ચે યૂએઇમાં રહેશે. અબુધાબીના યુવરાજ (ક્રાઉન પ્રિંસ) શેખ મોહમ્મદ બિન ઝાએદ અલ નહયને મંદિરના નિર્માણ માટે ૧૩.૫ એકર જમીન ભેટમાં આપી છે. યૂએઇ સરકારે આ જમીન મંદિર પરિસરમાં પા‹કગ સુવિધાના નિર્માણ માટે આપી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY