આઈસીસીએ લીધો નિર્ણય, ખેલાડીઓ નામ અને નંબરવાળી જર્સી પહેરી રમશે

0
21

દુબઈ,તા.૨૩
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ ટેસ્ટ ક્રિકેટને વધારે લોકપ્રિય બનાવવા માટે આ લાંબા ફાર્મેટમાં ખેલાડીઓને પોતાના નામ અને જર્સી નંબર સાથે રમવાની પરવાનગી આપી છે. આની શરૂઆત આ વર્ષે ૧ આૅગષ્ટથી રમાનારી આઈસીસીની નવી ટેસ્ટ ચેમ્પિયનશિપ સાથે થશે. ટેસ્ટ ક્રિકેટનાં ૧૪૨ વર્ષનાં ઇતિહાસમાં આ મોટો બદલાવ જાવા મળશે. ઇંગ્લેન્ડ અને આૅસ્ટ્રેલિયા વચ્ચે થનારી એશિઝ સીરીઝ પહેલી સીરીઝ હશે જેમાં ખેલાડીઓ નામ અને નંબરવાળી જર્સી સાથે રમતા જાવા મળશે. આઈસીસીની જીએમ મેનેજર ક્લેયર ફર્લોંગે કહ્યું કે, “આ ૧ આૅગષ્ટથી વિશ્વ ચેમ્પિયનશિપની સાથે લાગુ થશે.” ઉલ્લેખનીય છે કે ૧૮૭૭માં ટેસ્ટ ક્રિકેટની શરૂઆત ઇંગ્લેન્ડ અને આૅસ્ટ્રેલિયાની મેચથી શરૂ થઇ.
એટલે કે ટેસ્ટ ક્રિકેટમાં પણ વિરાટ કોહલીની સફેદ જર્સી પાછળ ૧૮ નંબર જોવા મળશે. તે સીમિત આૅવરોનાં ફાર્મેટમાં ૧૮ નબંરની જર્સી પહેરે છે. ઉલ્લેખનીય છે કે બ્રિટેનનાં સમાચાર પત્રે હાલમાં કહ્યું હતુ કે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બાર્ડ તથા ક્રિકેટ આૅસ્ટ્રેલિયાએ આ સંબંધમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેના પર આઈસીસી બાર્ડની મોહર લાગવી બાકી હતી. આઈસીસીએ હવે પ્રશંસકોને ટેસ્ટ ક્રિકેટ તરફ વધારેને વધારે આકર્ષિત કરવા માટે ક્રિકેટનાં લાંબા ફાર્મેટમાં ખેલાડીઓને નામ અને જર્સી નંબર સાથે રમવાની અનુમતિ આપી છે. આઈસીસીનાં અધ્યક્ષ સશાંક મનોહરે હાલમાં કહ્યું હતુ કે ટેસ્ટ ક્રિકેટ ખતમ થઇ રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY