પૂર્ણિયા,તા.૨૩
બિહારનાં પૂર્ણિયામાં રેલી કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. તેઓએ કહ્યુ કે, પહેલાં કહેતાં હતાં કે મને પીએમ બનાવો પછી જે ઇચ્છશો તે મળી જશે. હવે કહે છે કે અમે બધાં ચોકીદાર છીએ. ચોકીદાર ગરીબોનાં ઘરને મળે છે કે અમીરોનાં ઘરને? તેઓ છે ચોકીદાર, પરંતુ ગરીબોનાં નહીં, અનિલ અંબાણીનાં ચોકીદાર છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે પીએમ મોદી આપ સૌને મિત્રો કહે છે, પરંતુ અનિલ અંબાણી, મેહુલ ચોક્સી, નીરવ મોદીને ભાઇઓ કહે છે.
આ પહેલાં રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, બીજેપીનાં તમામ ચોકીદાર ચોર છે. રાહુલ ગાંધીએ કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા દ્વારા ભાજપનાં ઉચ્ચ નેતાઓને કથિત રીતે પૈસા આપવવાળી દાવાવાળી ખબરનો હવાલો આપતા કહ્યુ કે, ‘બીજેપીનાં તમામ ચોકીદાર ચોર છે.
બિહારનાં લોકોને પોતાની પાર્ટીની તરફ આકર્ષિત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, તેઓની સરકાર આવશે તો ઓછામાં ઓછી આવકવાળા માટે એક માળખું તૈયાર કરાશે અને તેમાં જેનો પણ સમાવેશ થશે તેનાં બેંક એકાઉન્ટમાં સીધાં જ પૈસા નાખીશું.
વધુમાં એમ પણ જણાવ્યું કે, જ્યારે આ સરકાર અમીરોને પૈસા આપી શકે છે તો પછી અમે ગરીબોને કેમ ના આપી શકીએ, આપ, કોંગ્રેસની સરકાર બનાવો અને પછી જુઓ, આપનાં ખાતામાં અમે સીધાં જ પૈસા મોકલી દઇશું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




