પિતાના મૃત્યુની જિંદગી પર ઉંડી અસર પડી’ : વિરાટ કોહલી

0
10

ન્યુ દિલ્હી,તા.૨૫
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી આજે રમત જગતમાં શીર્ષ સ્થાન પર છે. ભારત સહિત દુનિયાભરમાં તેના લાખો પ્રશંસક છે. સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોની પછી આ ત્રીજા ખિલાડી છે, જેણે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો છે. પરંતુ આજે વિરાટ કોહલી જે સ્થાન પર પહોંચ્યો છે તે માટે તેણે ખૂબ જ મહેનત કરી છે. ડિસેમ્બર ૨૦૦૬માં પોતાના પિતાની મૃત્યુ પછી કેટલાક કલાક બાદ ઉત્તમ નગરમાં રહેનારો એક ૧૮ વર્ષનો છોકરો બેટને લઇને દિલ્હીની તરફથી રણજી ટ્રોફી ટીમના માટે રમવા આવે છે, જે પરિસ્થિતિનો સામનો આ છોકરો કરી રહ્યો હતો, તે ભાગ્યે જ કોઇ કરી શકે છે.
ટેલિવિઝન ડોક્યુમેન્ટ્રી વિરાટ કોહલી કહે છે કે, ”મારા પિતાની મૃત્યુ મારી આંખો સામે થઇ હતી, તેમની મૃત્યુના થોડા કલાકો પછી રમવા ગયો હતો.” પિતાની મૃત્યુ વિશે વાત કરતા વિરાટ કોહલીએ કહ્યુ કે, ”તે સમયે હું રણજી ટ્રોફી ક્રિકેટમાં મેચ રમી રહ્યો હતો. હું દિલ્હીની ટીમ તરફથી રમી રહ્યો હતો અને ૪૦ રન કર્યા હતા અને બીજા દિવસે મારે રમવા જવાનું નથી, પરંતુ સવારે ૩ વાગે અચાનક મારા પિતાની તબિયત બગડી ગઇ. પિતાની તબિયત ખરાબ થયા પછી મને કોઇ મદદ મળી ન હતી. અમે પડોશીઓની મદદ માંગી કેમકે તેઓ ડાક્ટર હતા. પરંતુ તે રાતે કોઇના તરફથી જવાબ ના આવ્યો, જ્યાં સુધી એમ્બ્યૂલન્સ આવે અને અમે લઇ જઇએ ત્યાં સુધી બધુ સમાપ્ત થઇ ગયું હતુ.
વિરાટ કોહલી કહે છે કે, હું મારા પિતાની મૃત્યુ પછી વધારે કન્ફ્યૂઝ થઇ ગયો હતો. કોઇ બીજી રીતે કામ કરવાની ઇચ્છા સમાપ્ત થઇ ગઇ હતી. મારું સંપૂર્ણ ધ્યાન મારા સપનોની તરફ હતુ જે મારા પિતાના પણ હતા. આજે હું જે પણ છું તે મારા પિતાના કારણે છે. રણજી ટ્રોફીમાં દિલ્હી કર્ણાટકની વિરુદ્ઘ રમી રહી હતી. કોહલી ૪૦ રન બનાવી ચૂક્્યો હતો, પિતાની મૃત્યુ પછી કોઇને આશા ન હતી કે તે ગ્રાઉન્ડ પર આવશે, પરંતુ કોહલી આવ્યો અને ૯૦ રન બનાવીને દિલ્હીને ફાલો આૅનથી બચાવી લીધુ. આજે વિરાટ કોહલી ઇન્ડિયન ટીમનો કેપ્ટન બની ગયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY