યમનના હુત્તી બળવાખોરોએ સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો

0
6

દુબઇ,તા.૨૨
યમનના ઇરાન સમર્થિત હુત્તી બળવાખોરોએ સાઉદી અરેબિયાના એક એરપોર્ટ પર તેમજ સેનાના ઠેકાણા પર ડ્રોન વડે હુમલા કર્યાં. હાલ તો જાનમાલના નુકસાનના અહેવાલ નથી. સાઉદી અરેબિયાના શહેર નઝરાન પર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઇરાન અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો તંગદીલીભર્યા બન્યાં છે.
ડ્રોન હુમલા અંગે હુત્તીના સેટેલાઇટ ન્યૂઝ ચેનલે કહ્યું કે તેમણે કાસેફ-૨ ડ્રોન વડે નઝરાનના એક એરપોર્ટને નિશાન બનાવીને શસ્ત્ર ભંડાર પર હુમલો કર્યો. નઝરાન રિયાધથી ૮૪૦ કિલોમીટર દૂર છે અને સાઉદી અરેબિયા-યમન સરહદ પાસે આવેલું છે. હુત્તી બળવાખોરો અવારનવાર આ શહેરને નિશાન બનાવતા રહે છે.
ઉલ્લેખનીય છે કે ઇરાન પર અમેરિકાએ પ્રતિબંધો લાગુ કર્યા બાદ ખાડી ક્ષેત્રમાં પરિસ્થિતિ તણાવભરી બની છે અને બંને દેશો એકબીજાને ધાકધમકી આપી રહ્યાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY