આ.પ્રદેશમાં ૨૦૧૭-૧૮માં મહેસૂલી આવક ૧૫૯૮.૪૯ કરોડને પાર,૩૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો

0
8

૨૦૧૬-૧૭માં ૧૨૫૩.૫૭ કરોડ હતી
ઇટાનગર,તા.૨૮
અરુણાચલ પ્રદેશની સરકારે નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮માં મહેસૂલી આવકના સંગ્રહમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. આ દરમિયાન ૧૫૯૮.૪૯ કરોડ રૂપિયા એકઠા કરીને અરુણાચલ પ્રદેશે છેલ્લા ૩૦ વર્ષનો રેકોર્ડમાં ઉચ્ચ સ્તરે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ૧૯૮૭માં અરુણાચલ પ્રદેશના ગઠન પછી આ સતત બીજા વર્ષ છે જે રાજ્ય સરકારે ૧૦૦૦ કરોડ રાજસ્વ સંગ્રહનો આંકડો પાર કરી દીધો.
અધિકારીએ કહ્યું કે નાણાકિય વર્ષ ૨૦૧૬-૧૭માં ૧૨૫૩.૫૭ કરોડ રૂપિયાની આવક સંગ્રહિત થઈ. એના આગળના વર્ષ ૨૦૧૫-૧૬ના ૯૨૭.૨૩ કરોડ રૂપિયાથી ૩૨૬.૩૯ કરોડ રૂપિયા વધું રહી. અધિકારીએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં જ અહિં કામકાજ કરવાની રીતભાતમાં સ્પષ્ટ બદલાવ આવ્યો છે. ટીમ અરુણાચલનો મંત્ર કર્મચારીઓને રાજ્યના લોકોની સેવા કરવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. પરિણામે રાજ્યના રાજસ્વ સંગ્રહમાં અનેક ગણો વધારો થયો છે. તેમણે કહ્યું કે રાજ્યની ભાજપ સરકારે તેને વર્ષ ૨૦૧૮-૧૯ સુધી ૨૦૦૦ કરોડ રૂપિયાના લક્ષ્ય સુધી પહોંચવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY