વાશિંગ્ટન,તા.૨૨
ભારતમાં ૨૩ મેના સરકાર વિશે સ્પષ્ટતા થઈ જશે. ભારતના ચૂંટણી પરિણામ પર અમેરિકા સહિત વિશ્ર્વભરની નજર છે. અમેરિકા-ચીન વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ વચ્ચે વિકલ્પરૂપ વિકસતા ભારતમાં સરકારની નીતિ નક્કર અને પારદર્શક રહે તેના પર યુએસના કોર્પોરેટ ક્ષેત્રની મીટ રહી છે.
૨૩ મેના ભારતમાં ચૂંટણી પરિણામ આવ્યા બાદ જે સરકાર આવશે તેણે વિદેશનીતિ તૈયાર કરતી વખતે ક્ધસલ્ટેટીવ પ્રોસેસ અપનાવશે એવી યુએસ કોર્પોરેટ ક્ષેત્રને આશા છે, એમ યુએસ – ઈન્ડિયા સ્ટ્રેટેજીક એન્ડ પાર્ટનરશીપ ફોરમના પ્રમુખ મુકેશ અધીએ જણાવ્યું હતું.
ચીન સાથેના વેપાર સંબંધ તંગદિલભર્યા છે ત્યારે યુએસ અને યુરોપની કંપનીને આકર્ષવા ભારતને તક છે. ઈઝ આૅફ ડુઈંગ બિઝનેસની સ્થિતિ સુધરશે તો ઘણી કંપનીઓ ભારતમાં આવવા વિચારશે. વિયેટનામ અને કમ્બોડિયા અહીંની કંપીનીને આકર્ષવા સફળ રહી છે.
યુએસમાં ભારતના નિષ્ણાતો માને છે કે ભારત સરકાર માટે વિદેશનીતિનો નિર્ણય મોટો પડકારજનક છે, એમ ફોરેન રીલેશન કાઉન્સિલના આલીશા આયરેસે કહ્યું હતું. એક્ઝિટ પોલ પ્રમાણે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ફરીથી આવશે. તેમણે ગંભીર બાહ્ય પડકારનો સામનો કરવો પડશે. આર્થિક રિફોર્મ માટે ઝડપ વધારવી પડશે. બંધારણીય સંસ્થાને મજબૂત કરવી પડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




