મ્યુનિ.ના વેરા વસુલાતના ટાર્ગેટમાં સરકારી કચેરીઓ વિલનની ભૂમિકામાં

0
66

સુરત મ્યુનિ.ની આવકના મુખ્યસ્ત્રોત એવા વેરા વસુલાતની કામગીરીના નક્કી કરેલા ટાર્ગેટ નજીક જવામાં સરકારી તંત્ર વિલનની ભુમિકામાં બહાર આવી રહ્યું છે. સરકારી કચેરી સામે મ્યુનિ. તંત્ર શિક્ષાત્મક કામગીરી કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી વેરાની વસુલાત આક્રમક થઈ શકતી નથી. સુરતમાં પોલીસ, રેલવે, બીએસએનએલ જેવા સરકારી તંત્ર ઉપરાંત ટોરેન્ટ કંપની અને એપીએમસી માર્કેટ જેવી સંસ્થાઓ વેરા ભરવામાં ઉદાસિન હોવાથી મ્યુનિ.ના વેરા વસુલાતનો ટાર્ગેટમાં પનો ટુંકો પડી રહ્યો છે. સુરત મ્યુનિ.ના બજેટમાં ૮૪૦ કરોડનો વેરા વસુલાતનો ટાર્ગેટ હતો, જે રિવાઈઝ બજેટમાં ૧૦૧૯ કરોડનો કરી દેવામાં આવ્યો છે. મ્યુનિ. તંત્રએ ગઈકાલ સુધીની તારીખમાં ૮૦૮ કરોડની વેરા વસુલાત કરી દીધી છે. સુરત પોલીસની વિવિધ મિલ્કતોમાં મ્યુનિ.નો અઢી કરોડથી વધુ રકમનો વેરો બાકી બોલે છે. જ્યારે બીએસએનએલના ટાવરમાં પણ ૯ કરોડ જેટલો વેરો બાકી છે. આ ઉપરાંત રેલવે વિભાગ પાસે યુઝર ચાર્જ જ લેવાનો છે તેના પણ ૧.૨૯ કરોડની રકમ હજી ભરવામાં આવી નથી. પીડબ્લુયુડી અને જિલ્લા પંચાયતના બાકી વેરાના ૨૯ લાખનો ચેક આગામી દિવસોમાં મ્યુનિ.તંત્રને મળી જશે તેવું કહેવાયું છે. આવી કચેરી ઉપરાંત પોણા બે કરોડ રૂપિયાનો વેરો એપીએમસી માર્કેટનો બાકી છે તેમાંથી હજી ૪૫ લાખનો જ ચેક અપાયો છે. જ્યારે સુરતમાં વીજ પુરવઠો પુરી પાડતી ટોરેન્ટ કંપનીના ઈલેક્ટ્રીક સબ સ્ટેશનનો પણ અઢી કરોડ રૂપિયાનો વેરો બાકી બોલે છે. સરકારી સંસ્થા ઉપરાંત અન્ય સેવા આપતી સંસ્થા સામે વેરા વસુલાતમાં મ્યુનિ. તંત્ર આક્રમક કામગીરી કરી શકતું નથી. જેના કારણે આ વેરાની રકમ બાકી બોલી રહી છે. મ્યુનિ.ના વેરા વસુલાતની કામગીરીમાં સરકારી તંત્રનો વેરો બાકી હોવાથી ટાર્ગેટ પુરો કરવામાં મ્યુનિ. તંત્રને પરસેવો પડી રહ્યો છે. મ્યુનુ. તંત્રએ બાકી વેરા માટે રેલવે વિભાગ સાથે કરેલી બેઠકમાં રેલવે વિભાગે પોઝીટીવ રિસ્પોન્સ આપીને બાકી વેરો ભરવા માટે બાહેધરી આપી છે જોકે, આ વેરો માર્ચ એન્ડીંગ પહેલા આવે છે કે નહીં તે સમય જ બતાવશે. સરકારી મિલ્કતનો વેરો ગ્રાન્ટમાંથી આવતો હોય વિલંબ સુરતમાં આવેલી વિવિધ સરકારી એજન્સીઓના મ્યુનિ.ના બાકી વેરા માટે સરકારમાંથી જ ગ્રાન્ટ આવે છે. સરકારમાંથી આવેલી ગ્રાન્ટમાંથી જ સરકારી તંત્ર વેરા ભરપાઈ કરે છે. પરંતુ પોલીસ વિભાગ સહિતની અન્ય કેટલીક સરકારી સંસ્થાઓમાં હજી વેરા માટેની ગ્રાન્ટ આવી ન હોવાથી વેરા ભરપાઈ થયા નહીં હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. મ્યુનિ.ની આર્થિક હાલત સધ્ધર કરવી હોય તો રાજ્ય સરકાર મ્યુનિ.ના વેરાની ગ્રાન્ટ સત્વરે મોકલી આપે તેવી માગણી થઈ રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY