ન્યુ દિલ્હી/વાશિંગ્ટન,
અમેરિકાની સરકારે ભારતને છ અપાચે જંગી યુદ્ધક હેલિકોપ્ટર વેચવાના સોદાને મંજૂરી આપી છે. આ સોદો ૯૩૦ મિલિયન ડોલર એટલે કે ૬૩૪૦ કરોડ રૂપિયામાં કરવામાં આવ્યો છે. આ સમજૂતીને અમેરિકન કોંગ્રેસ પાસે મંજૂરી માટે મોકલવામાં આવી છે. જણાવવામાં આવે છે કે આ સમજૂતી પર કોઈપણ સાંસદ સવાલ નહીં ઉઠાવે તો તેને મંજૂરી માટે આગળ મોકલવામાં આવશે.
બોઈંગ અને ભારતીય હિસ્સેદાર ટાટા દ્વારા ભારતમાં અપાચે હેલિકોપ્ટરની બાડી બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. પરંતુ મંગળવારે જે સોદાને મંજૂરી આપવામાં આવી છે. તેના પ્રમાણે ભારતને સંપૂર્ણપણે તૈયાર હેલિકોપ્ટરનું વેચાણ કરવામાં આવશે. અમેરિકાની કંપની બોઈંગ દ્વારા નિર્મિત અપાચે એટેક હેલિકોપ્ટર્સને દુનિયા શ્રેષ્ઠ હેલિકોપ્ટર માનવામાં આવે છે. હેલિકોપ્ટર સિવાય સમજૂતીમાં નાઈટ વિઝન સેન્સર, જીપીએસ માર્ગદર્શન, એન્ટિ-કવચ અને સ્ટિંગર એર-ટુ-એર મિસાઈલ પણ સામેલ છે.
અપાચે હેલિકોપ્ટરને યુએસ આર્મીના એડવાન્સ્ડ એટેક હેલિકોપ્ટર પ્રોગ્રામ માટે તૈયાર કરવામાં આવ્યા હતા. તેણે પહેલી ઉડાણ ત્રીસમી સપ્ટેમ્બર-૧૯૭૫માં ભરી હતી. એપ્રિલ-૧૯૮૬માં અપાચેને અમેરિકન સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારે અપાચે હેલિકોપ્ટર હાલ જેવા એડવાન્સ્ડ ન હતા. અપાચે હેલિકોપ્ટર અમેરિકા સિવાય ઈઝરાયલ, ઈજીપ્ત અને નેધરલેન્ડની સેનામાં સેવારત છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





