યૂપીના આઝમગઢમાં ૬ વર્ષની બાળકી પર શિક્ષકે દુષ્કર્મ આચર્યું

0
17

લખનઉ,તા.૨૮
ઉત્તર પ્રદેશના આઝમગઢમાં સ્થિત શાળાના શિક્ષક દ્વારા ૬ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બે સંપ્રદાયો સાથે જાડાયેલી હોવાથી સમગ્ર વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ ફેલાઇ ગયો હતો. જેના કારણે આઝમગઢ આર્મી છાવણીમાં ફેરવાયું છે.
આઝમગઢના મેંહનગર વિસ્તારમાં નિયાજ હૈદરની એમ એન જાફરી પબ્લિક નામની સ્કુલ છે. જેમાં આ ઘટના ઘટી હતી. પોલીસની માહિતી મુજબ શુક્રવારે આ સ્કુલ બંધ હતી. આ શાળામાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી એક છ વર્ષીય બાળકી શાળા પાસેની એક દુકાનમાં આવી હતી. જ્યાં શાળાના માલિકનો પુત્ર હૈદર હાજર હતો. હૈદર આજ શાળામાં નર્સરીના બાળકોને ભણાવે છે. દુકાન પર આવેલી બાળકીને બદઇરાદાથી ફોસલાવીને તે બંધ શાળાના પ્રાંગણમાં લઇ ગયો હતો., જ્યાં તેણે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો.
ઘટના પછી બાળકી બુમો પાડવા લાગી હતી જેથી ગભરાઇને હૈદર ફરાર થઇ ગયો હતો. પીડિત બાળકી પોતાના ઘરે પહોચી અને પરિવારજનોને તેની સાથે બનેલી દર્દનાક ઘટનાને જણાવી હતી. જે પછી પીડિત બાળકીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ આરોપીની ધરપકડ કરવા માટે તેના ઘરે પહોચી હતી પરંતુ તે ઘરે ન હતો. આથી પોલીસે તેની ધરપકડ કરવા તપાસ આદરી હતી.
શનિવાર સુધી બાળકીના અપરાધીની ધરપકડ ન કરાતા મોટી સંખ્યામાં લોકો શાળા સુધી પહોચી ગયા હતા અને શાળામાં તોડફોડ કરી હતી. આ દરમિયાન શાળાના સંચાલક અને આરોપીના પિતા નિયાજ હૈદર અને શાળાના અન્ય શિક્ષકો ડરીને ભાગી ગયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY