બોલો…સ્ટેચ્યૂ ઓફ યુનિટી લોકાર્પણ : મોદીના પોસ્ટર સાચવવા પોલીસ ગોઠવવી પડી!

0
26

ગાંધીનગર,તા.૨૮
૩૧મી ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે યોજાનાર કાર્યક્રમની પૂરજાશમાં તૈયારી કરવામાં આવી રહી છે. સ્થાનિક આદિવાસીઓના વિરોધ વચ્ચે કાર્યક્રમને સફળ બનાવવા માટે વિજય રૂપાણી સરકાર જમીન અને આસમાન એક કરી રહી છે. બીજી તરફ આદિવાસીઓનો વિરોધ પણ ચરમસીમાએ પહોંચ્યો છે. ૩૧મી તારીખે આદિવાસીઓએ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં આ દિવસે ઘરનો ચુલો નહીં સળગાવવાનો નિર્ણય કરવમાં આવ્યો છે. આ વચ્ચે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે આદિવાસી વિસ્તારોમાં પોસ્ટર્સ ફાડી નાખવાની ઘટના બાદ જ્યાં જ્યાં પોસ્ટર્સ લાગ્યા છે ત્યાં પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. આ અંગેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે પોલીસ કોન્સ્ટેબલ એક પોસ્ટર પાસે તહેનાત છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમને લઈને સરકારે ઠેરઠેર પોસ્ટર્સ અને બેનર્સ લગાવ્યા છે. જાકે, છેલ્લા થોડા સમયથી આ પોસ્ટર્સ પર કાળી શાહી ફેંકવામાં આવી રહી છે તો કિયાક આ પોસ્ટર્સને ફાડી નાખવમાં આવી રહ્યા છે. આથી હવે સરકારે નાલેશી ટાળવા માટે નર્મદામાં પોસ્ટર્સ લગાવ્યા હોય ત્યાં બે-બે પોલીસ કોન્સ્ટેબલ ગોઠવી દીધા છે. સરકારના આ પગલાંથી એવી લોકચર્ચા જાગી છે કે શું બીજેપી સરકારના આવા ખરાબ દિવસો આવી ગયા છે કે પોસ્ટર્સ સાચવવા પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવવો પડી રહ્યો છે!?

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY