સુપ્રિમ કોર્ટના ભવિષ્ય અને સંસ્થાગત મુદ્દાઓ પર ફુલ કોર્ટમાં ચર્ચા કરવાની માંગ

0
60

સુપ્રિમના બે વરિષ્ઠ ન્યાયાધીશોએ દિપક મિશ્રાને લખ્યો પત્ર
ન્યુ દિલ્હી,તા.૨૫
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ સાત પક્ષોના સાંસદો દ્વારા મહાભિયોગની નોટિસ અપાયાના બે દિવસ બાદ સુપ્રીમ કોર્ટના બે વરિષ્ઠ ન્યાયાધીશોએ પત્ર લખ્યો છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશો જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ મદન લોકુરે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રને પત્ર લખીને સુપ્રીમ કોર્ટના ભવિષ્ય અને સંસ્થાગત મુદ્દાઓ પર ફુલ કોર્ટમાં ચર્ચા કરાવવાની માંગણી કરી છે. વિપક્ષની મહાભિયોગની નોટિસને સોમવારે ઉપરાષ્ટપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુ નામંજૂર કરી ચુક્યા છે. જસ્ટિસ દીપક મિશ્રાએ ઓક્ટોબરમાં સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. જસ્ટિસ રંજન ગોગોઈ મુખ્ય ન્યાયાધીશના પદ માટેના સૌથી વધુ પ્રબળ દાવેદાર છે.
જસ્ટિસ દીપક મિશ્રાએ લખેલા પોતાના પત્રમાં કોલેજિયમના સદસ્ય એવા બંને વરિષ્ઠ ન્યાયાધીશોએ ફુલ કોર્ટની રચનાની માગણી કરી છે. જેમાં બંધારણીય, સંસ્થાગત મુદ્દાઓ પર ચર્ચા કરવાની પત્રમાં માગણી કરવામાં આવી છે. જા કે મુખ્ય ન્યાયાધીશ દ્વારા આ પત્રનો જવાબ આપવામાં આવ્યો નથી. સૂત્રોનું કહેવું છે કે જ્યારે સોમવારે ચાય પર ચર્ચા દરમિયાન સુપ્રીમ કોર્ટના કેટલાક ન્યાયાધીશોએ ફુલ કોર્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે મુખ્ય ન્યાયાધીશ આના સંદર્ભે ગંભીર જાવા મળ્યા ન હતા. જ્યારે ન્યાયતંત્ર સાથે જાડાયેલા સાર્વજનિક મહત્વના મુદ્દાઓ સામે આવે છે. ત્યારે મુખ્ય ન્યાયાધીશ તરફથી ફુલ કોર્ટ બનાવવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે ૨૧ માર્ચે વરિષ્ઠત્તમ ન્યાયાધીશોમાંથી એક જસ્ટિસ ચેલમેશ્વરે તમામ ન્યાયાધીશોને પત્ર લખીને કહ્યુ હતુ કે ન્યાયાધીશોની નિયુક્તિમાં સરકારની દખલગીરી મામલે ફુલ કોર્ટમાં ચર્ચા થાય.
તેમણે આ પત્ર સરકાર તરફથી કર્ણાટકના એક ન્યાયાધીશ વિરુદ્ધ તપાસ કરાવવાની માગણી લખવામાં આવ્યો હતો. આ ન્યાયાધીશને કોલેજિયમે હાઈકોર્ટમાં તેનાત કરાવવાની ભલામણ આપી હતી. જા કે મુખ્ય ન્યાયાધીશે આ પત્રનો પણ જવાબ આપ્યો નથી. જસ્ટિસ ચેલમેસ્વર જ નહીં જસ્ટિસ કુરિયન જાસેફે તાજેતરમાં નવમી એપ્રિલે મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને સાત ન્યાયાધીશોની ખંડપીઠ બનાવીને ન્યાયાધીશોની નિમણૂકને લઈને કોલેજિયમની ભલામણો પર સુનાવણી કરવાની માગણી કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY