અમદાવાદ, તા.૬
સાબરકાંઠા જિલ્લાના હિમંતનગર પાસે ગાંભોઇ ગામે ૧૪ માસની બાળકી સાથે દુષ્કર્મની અત્યંત ઘૃણાસ્પદ ઘટના બાદ રાજયભરમાં પરપ્રાંતીયો પર ઠેર-ઠેર હુમલા અને ધમકીની ઘટનાઓ વધી ગઇ છે એટલું જ નહી, પરપ્રાંતીયો વિરૂધ્ધ સોશ્યલ મીડિયામાં વીડિયો અને સંદેશાઓ વાયરલ થઇ રહ્યા છે ત્યારે હવે રાજયમાં એક પ્રકારે ગુજરાતીઓ અને પરપ્રાંતીયો વચ્ચેનું વોર જાણે શરૂ થઇ ગયું છે. સરકારના અને પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વોટસએપ, ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પર પરપ્રાંતીયો વિરુદ્ધ ધમકી અને ધૃણા ફેલાવતા સંદેશાઓને કારણે સ્થિતિ રાજયમાં કથળી રહી છે. ગુજરાત પોલીસ દ્વારા પેટ્રોલિંગ તથા ધરપકડ જેવા પગલાં લેવામાં આવી રહ્યાં છે, પરંતુ તે અપૂરતા નીવડી રહ્યા હોય તેમ જણાય છે. સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈના ઢુંઢર ગામમાં ફેક્ટરીમાં કામ કરતા ૧૯ વર્ષીય છોકરા રવીન્દ્ર ગોંડેએ ૧૪ મહિનાની છોકરીને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. રવિન્દ્ર ત્યાં ફેકટરીમાં કામ કરતો હતો અને રોજ ચા-નાસ્તો કરવા માટે પીડિત પરિવારના ગલ્લે આવતો હતો. બાળકી ઊંઘતી હતી એ વખતે તેને લઈ ગયો હતો અને ત્યાંથી ૨૦૦ મીટર દૂર બળાત્કાર કર્યો હતો, ત્યારબાદ નાસી છૂટ્યો હતો. પીડિત બાળકીને અમદાવાદની સિવિલ હોÂસ્પટલમાં ખાસ સારવાર અપાઇ હતી. અમદાવાદ સિવિલ હાસ્પિટલના પીડિયાટ્રિશિયન વિભાગના હેડ ડા. રાજેન્દ્ર જોષીએ કહ્યું, લોહી વહી જવાના કારણે બાળકીની સ્થિતિ ચિંતાજનક હતી, પણ હવે બાળકી ખતરા બહાર છે. પીડિતાના દાદાએ જણાવ્યું હતું કે,અમારા ઘર પર આફત ઊતરી આવી છે. મારી પૌત્રી પર દુષ્કર્મ થયું એ પછી પોલીસ સુરક્ષાના કારણે અમારે અમારો ગલ્લો – દુકાન બંધ કરવો પડ્યો છે. આવક બંધ થઈ ગઈ છે. અમારે બે ટાઇમ ખાવાના પણ ફાફા પડી ગયો છે. પોલીસે દુષ્કર્મ કરનાર પરપ્રાંતીય યુવક રવીન્દ્ર ગોંડેની ધરપકડ કરી હતી. જેના પગલે આ મુદ્દો ગુજરાતીઓ વિરુદ્ધ પરપ્રાંતીયોનો બની ગયો છે. રાજયભરમાં જુદા જુદા સ્થળોએ પરપ્રાંતીયોને હાંકી કાઢવા તથા તેમને શહેર છોડી દેવા ધમકીઓ આપવામાં આવી રહી છે. આ અંગેના મૅસેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. આ વિસ્તારમા અંદાજિત સવા લાખ જેટલા પરપ્રાંતીય લોકો રહેતા હોવાની વિગતો છે. આસપાસના વિસ્તારમાં ઉત્તર ભારતીયો પર હુમલા શરૂ થયા હતા. અત્યારસુધીમાં પરપ્રાંતીયો પર ૧૮ જેટલા હુમલા થયા હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે ઉત્તર ભારતીયોએ હવે ગુજરાતમાંથી પરિવારજનો સાથે હિજરત શરૂ કરી દીધી છે. હિંમતનગરમાં જે કાંઈ બની રહ્યું છે તેની અસર સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદના ચાંદખેડા, અમરાઈવાડી, બાપુનગર તથા ઓઢવ જેવા વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. જ્યાં પરપ્રાંતીય શ્રમિકો વસે છે. સુરતમાં સચીન, પાંડેસરા, ડિંડોલી તથા ડુમ્મસ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. બસ-ટ્રેનો અને ખાનગી વાહનોમાં મુસાફરી કરી રહેલા પરપ્રાંતીયોને પણ હવે હુમલા કે સતામણીનો ભોગ બનાવાઇ રહ્યા છે. જા કે, પોલીસે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ સતર્કતા દાખવી છે અને આ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે, પરંતુ સોશિયલ મીડિયા પર ધૃણા ફેલાવતા સંદેશાઓ થતા નકલી વીડિયોઝને કારણે સ્થિતિ વકરી રહી છે. ઉપરાંત સસ્તા ડેટાપેકને કારણે મેસેજીંગ એપ્સ તથા અન્ય માધ્યમોથી ચાઇલ્ડ પોર્નના વીડિયો સહેલાઈથી મળી રહે છે, જે આ પ્રકારના કૃત્યો કરવા પ્રેરતા હોઇ પોલીસે તે દિશામાં પણ ગંભીર વિચારણા શરૂ કરી છે. રાજયમાં પરપ્રાંતીયો પર હુમલાના અત્યારસુધીમાં ૧૮ જેટલા ગુના નોંધાયા છે તેમ જ પોલીસ દ્વારા અત્યારસુધીમાં આ અંગેના જુદા જુદા કિસ્સાઓમાં કુલ ૧૫૦ લોકોની ધરપકડ પણ કરી છે. રાજયમાં પરપ્રાંતીયોને લઇ ભારેલા અÂગ્ન જેવી Âસ્થતિ પ્રવર્તી રહી છે, આજે પરપ્રાંતીયોના વિવિધ એસોસીએશન પણ મદદની ગુહાર લગાવતાં જાવા મળ્યા હતા.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



