ત્રાસવાદીઓના ભયના પગલે દ્વારકાનાં ૨૨ ટાપુ પર મંજુરી વિના પ્રવેશ પર પ્રતિબંધ

0
19

દ્વારકા,તા.૨૯
દેવભૂમિ દ્વારકા જિલ્લોર ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. દ્વારકા જિલ્લાલમાં ૨૪ ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર ૨ ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જ્યારે ૨૨ ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થવળો આવેલા હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્ધાજળુઓ અવર જવર કરતા હોય છે. જેથી ત્રાસવાદીઓના ભયના પગલે ૨૨ ટાપુ પરના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ શ્રધ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહી. તાજેતરમાં ભારતીય સેના દ્વારા સીમાપરના ત્રાસવાદ ફેલાવતા ઠેકાણા પર સર્જીકલ સ્ટ્રાશઇક બાદ ઉભી થયેલી પરિસ્થિરતિમાં પાકિસ્તાસન સ્થિત ત્રાસવાદી જુથો દેશના મહત્વકના ચાવીરૂપ સંસ્થાશઓ તેમજ મહત્વભના ધાર્મિક સ્થામનો, ભીડવાળા સ્થળોએ હુમલા કરી ભાગફોડ તથા હિંસા કરે તેવી શકયતા રહેલી છે. આવી પ્રવૃતિઓના કારણે જનસલામતી ન જાખમાય તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તે હેતુથી ડો. નરેન્દ્ર કુમાર મીના, જિલ્લાર મેજીસ્ટ્રેમટદેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સતાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી જિલ્લારમાં આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY