પાલિકાના ડે. એન્જિનિયર એનઓસી લીધા વીના જ વિદેશ પ્રવાસે જતાં વિવાદ

0
7

વડોદરા,તા.૨૯
વડોદરા મહાનગરપાલિકાના ફીચરીસ્ટીક વિભાગમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કલ્પેશ પટેલ કોર્પોરેશનમાં ૪૦ દિવસની રજા મૂકીને વિદેશ ફરવા ચાલ્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે. કોર્પોરેશનના નિયમ મુજબ વિદેશ ફરવા જવા માટે મ્યુનિસિપલ કમિશનરની એનઓસી લેવાની હોય છે. પરંતુ તેઓ એનઓસી લીધા વિના જ રજા મૂકીને વિદેશ ફરવા ચાલ્યા જતાં કોર્પોરેશનમાં વિવાદ સર્જાયો છે.
મ્યુનિસિપલ કાઉન્સિલર મોહનભાઇ વસાવાએ સ્થાયી સમિતિની બેઠકમાં કોર્પોરેશનમાં ચાલતી લાલીયાવાડી અંગે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાં ઉચ્ચ પગાર લેતા ડેપ્યુટી એન્જિનિયર કલ્પેશ પટેલ એનઓસી લીધા વીના ૪૦ દિવસની રજા મૂકીને વિદેશ ફરવા જતાં રહ્યા છે. કાઉન્સિલરની રજૂઆતને ધ્યાનમાં લઇ તુરંત જ કમિશનરે ફીચરીસ્ટીક વિભાગના અધિકારી એડી. સીટી એન્જિનિયરને કલ્પેશ પટેલ અંગે રિપોર્ટ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ અધિકારી દ્વારા હજુ સુધી કલ્પેશ પટેલનો રિપોર્ટ સોંપવામાં ન આવતા વિવાદ સર્જાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY